Book Title: Dada Gurudev Charitra
Author(s): Muktiprabhashreeji
Publisher: Vichakshan Smruti Prakashan

View full book text
Previous | Next

Page 21
________________ ૧૮ દાદા ગુરુદેવ ચરિત્ર લાગી, શ્રાવકો પણ ભયભીત થઈ ગયા હતા, અને તે જ સમયે કડાકા સાથે વીજળી ટૂટી અને સીધી જ પ્રતિક્રમણની વચમાં જ ઉપાશ્રયમાં પ્રવેશી. તત્કાળ ગુરુદેવે મંત્રબળથી પાસે પડેલા કાષ્ટપાત્ર નીચે વીજળીને ઢાંકી દીધી. શ્રાવકોને નિર્ભીક થવા માટે સંકેત કરી પ્રતિક્રમણ પૂર્ણ કર્યું. તે સમયે વીજળીની અધિષ્ઠાયિકા દેવી ગુરુદેવ પર પ્રસન્ન થઈ અને કહેવા લાગી કે હે ગુરુદેવ ! આજ પછી કોઈ પણ આપના નામનું સ્મરણ કરશે અર્થાત્ કડાકો લેતી (પડતી) વીજળીના સમયે જનદત્તસૂરિજીની આણ છે' એ શબ્દનું ઉચ્ચારણ કરશે તેના ઉપર વીજળી કદાપિ નહીં પડે. આ પ્રમાણેનું વરદાન ગુરુદેવને આપીને દેવી અદૃશ્ય થઈ ગઈ. આજે પણ ગુરુદેવના નામનું જે સ્મરણ કરે છે તે વીજળીના ભયથી મુકત થઈ જાય છે. એક સમયે ગુરુમહારાજ ગુજરાતના વડનગર શહેરમાં પધાર્યા હતા. ઈષ્યને વશીભૂત થઈને ત્યાંના બ્રાહ્મણોએ મરેલી ગાયને જૈન દેરાસરની સામે બહાર નંખાવી. બ્રાહ્મણોનું આ પ્રમાણેનું દુષ્કૃત્ય જોઈને સંઘ બહુ જ દુઃખી થયો. સંઘે ગુરુદેવ પાસે જઈને આ વાત કરી. ગુરુદેવે તે જ સમયે ગાયના મૃતદેહમાં વ્યંતરદેવનો પ્રવેશ કરાવ્યો અને ગાયને ત્યાંથી ઉપડાવીને મહાદેવના મંદિરમાં નંખાવી. બ્રાહ્મણોએ ગાયને ત્યાંથી ઉઠાવવાનો ઘણો પ્રયત્ન કર્યો પરંતુ તેઓ ગાયને ત્યાંથી ઉઠાવી શકયા નહીં. અંતમાં લજ્જિત થઈ તેઓ ગુરુદેવ પાસે આવ્યા અને વિનયપૂર્વક નમસ્કાર કરી કહેવા લાગ્યા કે હે ગુરુદેવ ! હવે પછી આપના શ્રાવકો પર અમેં ઠેષભાવ રાખીશું નહીં, અમને માફ કરીને મૃતક ગાયને મંદિરમાંથી બહાર

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88