Book Title: Dada Gurudev Charitra Author(s): Muktiprabhashreeji Publisher: Vichakshan Smruti PrakashanPage 24
________________ દાદા ગુરુદેવ ચરિત્ર ૧૯ કઢાવવાની કૃપા કરો. ત્યારે ગુરુદેવે વ્યંતરને બોલાવીને ગાયને બહાર ફેંક્વાની આજ્ઞા કરી. આથી બ્રાહ્મણો પ્રભાવિત થયા અને ગુરુદેવના પૂર્ણભકત બની ગયા. એક સમયે એવો પ્રસંગ બન્યો કે ઉચ્ચનગરમાં બહુ મોટા મહોત્સવપૂર્વક ભકતજન આચાર્યશ્રીને નગરમાં પ્રવેશ કરાવી રહ્યા હતા. તે મહોત્સવમાં ભાગ લેવા ત્યાંના મોગલનો પુત્ર પણ ઘોડા પર બેસીને જતો હતો. એકાએક ઘોડો ભડકો અને મોગલપુત્ર નીચે પડી જતાં મૃત્યુ પામ્યો. મોગલપુત્રના મૃત્યુની વાત શ્રાવકો દ્વારા આચાર્યશ્રીએ સાંભળી. જૈનધર્મની પ્રભાવનાના કારણે આચાર્યશ્રીએ વ્યંતરદેવને તેના શરીરમાં પ્રવેશ કરાવીને મોગલપુત્રને જીવતો કર્યો. આચાર્યશ્રીની આજ્ઞા હતી કે આ પુત્રને કદાપિ માંસ ખવડાવશો નહીં. પરંતુ મોગલપુત્રનાં પરિવારનાં માણસોએ છ મહિના પછી તેને માંસ ખવડાવ્યું એટલે તે મરણ પામ્યો. એક સમયે નાગદેવ (અંબડ) નામના શ્રાવકને વિચાર આવ્યો કે વર્તમાન સમયમાં યુગપ્રધાન પુરુષ કોણ હશે ? આ જાણકારી મેળવવા માટે નાગદેવ શ્રાવકે ગિરનાર પર્વત પર જઈને અંબિકાદેવીની અઠ્ઠમતપ (ત્રણ ઉપવાસ) કરીને ઉપાસના કરી તેથી અંબિકાદેવી પ્રગટ થયાં અને શ્રાવકના હાથમાં સ્વર્ણ અક્ષરોમાં એક શ્લોક લખી આપ્યો અને કહ્યું કે આ શ્લોકને જે વાંચી શકે તેમને જ યુગપ્રધાન જાણવા. - અંબડ શ્રાવક અનેક નગરો તથા ગામડાંઓમાં ગયો અને અનેક આચાર્યોને પોતાનો હાથ બતાવીને શ્લોક વાંચવાPage Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88