Book Title: Dada Gurudev Charitra
Author(s): Muktiprabhashreeji
Publisher: Vichakshan Smruti Prakashan

Previous | Next

Page 25
________________ ૨) દાદા ગુરુદેવ ચરિત્ર માટે પ્રાર્થના કરતો, પરંતુ કોઈપણ આચાર્ય તે શ્લોક વાંચવા સમર્થ થયા નહીં. ક્રમશઃ ભ્રમણ કરતો કરતો અંબડ શ્રાવક સિદ્ધપુર પાટણમાં બિરાજમાન આચાર્યશ્રી જિનદત્તસૂરિશ્વરજી ગુરુદેવ પાસે આવી પહોંચ્યો, અને આચાર્યશ્રીને હાથ બતાવી તે શ્લોક વાંચવા વિનંતી કરી. ગુરુદેવે તે શ્લોક મનમાં વાંચ્યો. તેમાં પોતાનું નામ અને પ્રશંસા લખેલી હતી. સ્વપ્રશંસાના દોષથી બચવા માટે ગુરુદેવે અંબડના હાથ પર મંત્રિત કરીને વાસક્ષેપ નાખ્યો અને પાસે બેઠેલા શિષ્યને શ્લોક વાંચવા નિર્દેશ કર્યો. અંબડે ગુરુદેવના શિષ્ય પાસેથી શ્લોક સાંભળ્યો. તે શ્લોક આ પ્રમાણે હતો. " दासानुदासा इव सर्व देवा" यदीय पादाब्जतले लुठन्ति । मरुस्थली कल्पतरु : स जीयात् । युगप्रधानो जिनदत्तसूरिः ॥ આ શ્લોક સાંભળીને અંબડ શ્રાવક બહુ જ પ્રસન્ન થયો અને ગુરુદેવને યુગપ્રધાન માની ગુરુપદે સ્વીકાર્યા. ત્યારથી ગુરુદેવ અંબિકાદેવી દ્વારા પ્રદત્ત યુગપ્રધાન પદથી જગપ્રસિદ્ધ થયા. ડૂબતું જહાજ ઉગાર્યું એક સમયે આચાર્યશ્રી વ્યાખ્યાન આપતા હતા ત્યારે તેમણે જ્ઞાનથી જાણ્યું કે શ્રાવકોનું જહાજ પાણીમાં ડૂબી રહ્યું છે અને તે બધાં મારા નામનું સ્મરણ કરી રહ્યાં છે. ચાલુ વ્યાખ્યાનમાં વિદ્યાબળથી નાવને કિનારે લાવી બધા શ્રાવકોને કિનારે પાર ઉતાર્યા. અંબઇને મજાક ભારે પડી | મુલતાન નગરમાં આચાર્યશ્રીનોં ધામધૂમથી પ્રવેશ થઈ રહ્યો હતો. આ જોઈને વ્યાપારઅર્થે આવેલ ચૈત્યવાસી અબડને

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88