Book Title: Dada Gurudev Charitra
Author(s): Muktiprabhashreeji
Publisher: Vichakshan Smruti Prakashan

View full book text
Previous | Next

Page 28
________________ દાદા ગુરુદેવ ચરિત્ર ૨૧ મજાક સૂઝી અને તેણે આચાર્યશ્રીને કહ્યું કે આવા ઠાઠબાઠથી પાટણ શહેરમાં આવો તો તમોને સાચા ચારિત્રવાન સાધુ જાણું. આ પ્રમાણેનાં બીજા અનેક અયુક્ત વચનો આચાર્યશ્રીને કહેવા લાગ્યો. ત્યારે આચાર્યશ્રીએ તે જ સમયે જ્ઞાનોપયોગથી અંબડનું અંધકારપૂર્ણ ભવિષ્ય જોઈને કહ્યું કે હે ભદ્ર ! તું અભિમાન ન કર, અમે પાટણમાં આવીશું ત્યારે તું નિર્ધન થયેલો ગામ બહાર સામે આવતો મળીશ. થોડાં વર્ષ પછી મુલતાન નગરથી પણ વિશેષ ભવ્ય ઉત્સવ-મહોત્સવથી પાટણના શ્રાવકોએ ગુરુદેવનો અતિ સુંદર રીતે નગરપ્રવેશ કરાવ્યો. પ્રવેશ કરતાં નિર્ધન અંબડ સામે મળ્યો. ગુરુદેવે તેને કહ્યું, તું ઓળખે છે ? ત્યારે તે શરમાઈ ગયો અને મનમાં કપટ રાખીને તે આચાર્યશ્રીનો ભકત બન્યો. એક વખત ઈર્ષ્યાને વશ થઈ તેણે ગુરુદેવને આહારમાં ઝેર આપ્યું. ગુરુદેવને ખબર પડતાં તુરંત મુખ્ય શ્રાવક ભણશાલી ગોત્રીય આભુશા શેઠ દ્વારા પાલનપુરથી નિર્વિષ મુદ્રિકા મંગાવીને ઝેર ઉતાર્યુ. આ દુષ્કૃત્યથી અંબડની ચારે બાજુ નિંદા થવા લાગી. અંતે તે દંભી અંબડ ત્યાંથી મરીને વ્યંતરદેવ થયો. ગુરુદ્રોહી આ વ્યંતરદેવ ગુરુ મહારાજનાં છિદ્રો જોવા લાગ્યો. ભક્ત આભૂશાહ શેઠના કુટુંબનું રક્ષણ ગુરુદેવના પરમ ભકત આભુશાહ શેઠે તે વ્યંતરને કહ્યું કે તું ગુરુદેવની આશાતના કરવી છોડી દે ત્યારે તે દુષ્ટ દેવે કહ્યું કે તું તારા આખા કુટુંબ સહિત ઉતારો કરીને બળી બાકળા

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88