Book Title: Dada Gurudev Charitra Author(s): Muktiprabhashreeji Publisher: Vichakshan Smruti PrakashanPage 20
________________ ૧૭ દાદા ગુરુદેવ ચરિત્ર આવી હતી પરંતુ અમે પોતે આપના સંયમ, સાધના તથા મંત્રશકિતથી છવાઈ ગઈ, અમે આપની સમક્ષ માફી માગીએ છીએ, અમોને મુક્ત કરો.” દાદા ગુરુદેવે તેઓને મુક્ત કરી. જતી વખતે યોગિનીઓએ પ્રસન્ન થઈને ગુરુદેવને સાત વરદાન ! આપ્યાં. ચારિત્રની બલવતી સાધના અને આત્માની આરાધનાથી પાંચપીર, બાવનવીર, ચોસઠ યોગિનીઓ આદિ ઘણાં દેવદેવીઓ નિરંતર તેમની સેવામાં હાજર રહેતાં હતાં. એક સમય ગુરુદેવ વિહાર કરતા કરતા ચિતોડ નગરમાં પધાર્યા. ત્યાં જિનચૈત્યમાં એક વજસ્તંભ હતો. તે વજસ્તંભમાં પૂર્વાચાર્યોએ મંત્રયુક્ત ગ્રંથો રાખ્યા હતા. તે ગ્રંથોને બહાર કાઢવા તે સમયે કોઈ પણ સમર્થ ન હતા, પરંતુ પૂજ્ય ગુરુદેવે પોતાના વિદ્યાબળ તથા આત્મશક્તિથી તે મંત્રયુક્ત ગ્રન્થો પ્રાપ્ત કર્યા. . ઉજ્જૈનમાં એક મહાકાળ મંદિર હતું. તેમાં એક થાંભલામાં પૂર્વે સંગ્રહાયેલાં મંત્રયુક્ત પુસ્તકો ગુરુદેવે યોગબળથી પ્રાપ્ત કર્યા હતાં, અને તે પુસ્તકોમાંની અનેક પ્રભાવક વિદ્યાઓ તેમના સર્વોત્કૃષ્ટ તપ, જપ, સંયમ અને આત્મારાધનાથી સ્વતઃ સિદ્ધ થઈ હતી. અજમેરમાં પ્રતિક્રમણ સમયે પડેલ વીજળીનું સ્થંભન એક સમયે આચાર્યશ્રી જિનદત્તસૂરિજી મ. અજમેરમાં શ્રાવકોની સાથે પાક્ષિક પ્રતિક્રમણ કરતા હતા. આ સમયે એકાએક ઘનઘોર વાદળો ઘેરાઈ ગયાં, વીજળીઓ ચમકવાPage Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88