Book Title: Dada Gurudev Charitra Author(s): Muktiprabhashreeji Publisher: Vichakshan Smruti PrakashanPage 16
________________ ૧૫ દાદા ગુરુદેવ ચરિત્ર કરતાં તથા તેમનું ઉત્કૃષ્ટ ચારિત્ર્યયુકત જીવન જોઈને બાળક સોમચંદ્રની સંયમ લેવાની ભાવના જાગ્રત થઈ. માતાજી સમક્ષ તેમણે સંસારત્યાગનાં વિચારો રજૂ કર્યા. શાસનાનુરાગી માતા બાહડદેવી તો પ્રથમથી જ વચનબદ્ધ હતાં એટલે બાળક સોમચંદ્રને તેમણે રોક્યાં નહીં, અને તેમાં તેઓ પોતાનું સદ્ભાગ્ય સમજવા લાગ્યાં. પોતાના પતિદેવ શ્રી વાછગમંત્રીને પણ જૈનશાસન, સાધુજીવન તથા ચારિત્રધર્મની વિશેષતા સમજાવી પુત્રને દીક્ષાની આજ્ઞા આપવા માટે પ્રેરણા કરી. આવી માતાઓ પણ ધન્યવાદને પાત્ર કહેવાય. નવ વર્ષની ઉંમરમાં સંયમગ્રહણ સંવત ૧૧૪૧ માં નવ વર્ષની નાની ઉંમરે બાળક સોમચંદ્ર ધર્મદેવ ઉપાધ્યાયજીની પાસે દીક્ષા લઈ તેમના શિષ્ય થયા અને તેમનું નામ સોમચંદ્રમુનિજી રખાયું. આટલી નાની ઉંમરે સંયમ જેવા મહાન પર્વતને ઉઠાવવામાં તેઓ સક્ષમ થયા. જ્યારે સામાન્ય બાળકો આ ઉંમરે રમતગમતમાં કે ખેલકૂદમાં ખોવાઈ-અટવાઈ જાય છે ત્યારે બાળક સોમચંદ્ર પ્રાણીમાત્રના કલ્યાણાર્થે પોતાના જીવનને મહાવીર પ્રભુના ચરણે સમર્પી દે છે. સંસારનાં અનેક ભૌતિક સુખ-સાધનો તેમના મનને પ્રભાવિત કરી ન શક્યાં. પિતાના ઘરની અતુલ સંપત્તિ તેમના ત્યાગમય દઢ મનને રોકી ન શકી. વિવિધ ભાષાઓ તથા વિવિધ વિષયોનું જ્ઞાન મુનિ સોમચંદ્રજીએ પોતાની પ્રખર બુદ્ધિના કારણે અલ્પવયમાં જ અનેક ભાષામાં વિવિધ વિષયોનું જ્ઞાન પ્રાપ્ત કરી લીધું. કોઈ શાસ્ત્ર કે કોઈ વિષય એવો ન હતો કેPage Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88