Book Title: Dada Gurudev Charitra
Author(s): Muktiprabhashreeji
Publisher: Vichakshan Smruti Prakashan

View full book text
Previous | Next

Page 17
________________ ૧૬ દાદા ગુરુદેવ ચરિત્ર જે સોમચંદ્ર મુનિના જ્ઞાનને સ્પર્શી શક્યો ન હોય. સરસ્વતીદેવીની તો એમના ઉપર અતિ કૃપા હતી. સંવત ૧૧૬૯ માં ચિત્તોડ સંઘની અનુમતિથી શ્રી દેવભદ્રાચાર્યે તેમને ધામધૂમથી આચાર્યની પદવી આપી, તેમનું નામ આચાર્યશ્રી જિનદત્તસૂરિજી રાખ્યું. આચાર્યશ્રી જિનદત્તસૂરિજીએ તપ, જપ તથા સંયમની ઉત્કૃષ્ટ સાધના દ્વારા જૈન શાસનની અપૂર્વ સેવા કરી. શાસન તથા સમાજની સાથે સ્વાત્મ સેવાને આચાર્યશ્રી કદાપિ ભૂલ્યા ન હતા. તેમણે યોગાભ્યાસની સાથે સાથે મંત્રસાધનામાં પણ બહુ જ સારી પ્રગતિ કરી હતી. તેમણે બીજાક્ષરનો સાડાત્રણ કરોડનો જાપ કર્યો હતો. તેમના જીવનમાં ચારિત્રશક્તિ તથા મંત્રશકિતના અનેક પ્રસંગો વાંચવા તથા સાંભળવા મળે છે. મંત્રબળથી ચોસઠ યોગિનીઓ સ્થંભિત તથા સાત વરદાન એક વખત ઉજ્જૈનમાં સાડાત્રણ કરોડ માયાબીજનો જાપ કરનાર આચાર્ય મહારાજને ચલાયમાન કરવા ચોસઠ યોગિનીઓ કપટ શ્રાવિકાના વેશમાં વ્યાખ્યાનમાં આવી. વિશિષ્ટ શ્રાવિકાઓ વ્યાખ્યાનમાં આવવાની છે તેમ જણાવી આચાર્યશ્રીએ પહેલેથી જ ચોસઠ પાટલા તેમને બેસવા માટે શ્રાવકો દ્વારા મંગાવી રાખ્યા હતા. તે પાટલાઓ પર તેમને બેસવાનો નિર્દેશ આચાર્યશ્રીએ કર્યો અને ચાલુ વ્યાખ્યાનમાં મંત્રબળથી ગુરુદેવે તેમને સ્થંભિત કરી દીધી. વ્યાખ્યાન સમાપ્ત થયા પછી તે યોગિનીઓ પાટલા પર ચોંટી ગઈ અને પ્રયાસ કરવા છતાં પણ ઊઠી શકી નહીં. ગુરુ મહારાજનો સાક્ષાત ચમત્કાર જોઇને તેઓ કહેવા લાગી, ‘હે ગુરુદેવ ! અમે આપને છળવા માટે

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88