________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭ શ્રેતા
એણે સગડીમાં કાગળ નાંખ્યો અને આંખના પલકારામાં જ તે ભડ ભડ બળીને રાખ થઈ ગ
એણે સગડીમાં કોલસા પૂર્યા, કોલસા ધીમે ધીમે બન્યા. પૂરા લાલચોળ બન્યા, અને છેવટે રાખ થયા.
કાગળની રાખ કાળી થઈ કોલસાની રાખ સફેદ.
કાગળ અને કોલસો બંનેય બન્યાં, પણ કાગળનું બળવું નકામું ગયું, કોલસાનું બળવું સાર્થક થયું. કારણ, તેને ધીમા તાપથી રસોઈ થઈ, કોઈની ઠંડી ઊડી.
શ્રોતા પણ આમ બે પ્રકારના છે : એક સાંભળે પણ છે, સાંભળીને તેના પર વિચારતા નથી, સાંભળીને ઝટ ઝટ ઊભો થઈ જાય છે. મળેલ વિચારલાથાને તે ખંખેરી નાંખે છે.
બીજે સાંભળે છે, તેના પર વિચાર કરે છે. અંતરમાં ઊંડે ઊતરે છે, પિતાના દોષને દૂર કરે છે. જિંદગીને ભીતરથી અજવાળે છે. સમગ્ર જિંદગી તેની વિચારની આગમાં સળગી ઊઠે છે
૩૧
For Private And Personal Use Only