________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫ દીવાલ
ચાર દીવાલની કોઈ શોભા નથી, શોભા છે આ ચાર દીવાલના ખંડની સજાવટમાં.
માત્ર ચાર હવાલ ખડર છે પણ એ જ દીવાલ પર છત હોય, એ છતમાં રંગબેરંગી ટયુબલાઈટ હોય, દીવાલ પર આકર્ષક નયનરમ્ય કેલેન્ડર કે બીજા કોઈ ચિત્રે હાય, દીવાલની બારીઓ પર ભરત ગૂંથેલા કલાત્મક પડદા હોય અને એ ખંડમાં સેફા, ખુરશી, ટેબલ વગેરે ફનચર હાય—એવા સાધન સંપન્ન ખંડમાં તમે બેઠા હો તો તમને લાગે કે તમે ઘરમાં બેઠા છે, બ્લેકમાં છે. અને એવા બ્લોકમાં બીજાને આવવું પણ ગમે.
તમારા જીવનને પણ આ સરસ મજાનો બ્લેક બનાવવું હોય તે યાદ રાખો :
માત્ર શ્વાસ એ જીવન નથી. હાથ-પગ, આંખ-કાન, જીભ-નાક, મેં-માથું એ તો અંગ-ઉપાંગે છે; જીવન નથી.
જીવન છે પ્રાણને પરમાત્મામાં સ્થિર કરવામાં.
For Private And Personal Use Only