Book Title: Chintanni Kedi
Author(s): Padmasagarsuri
Publisher: Arunoday Foundation

View full book text
Previous | Next

Page 120
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચિંતનની કેડી આંખ મળી છે. પણ આંખથી ન પ્રભુનાં દર્શન કર્યા છે, ન સંતના, કે ન સાધુનાં. એ આંખથી કઈ શુભ કે મંગળ વાંચન પણ નથી કર્યું. આંખથી કે પ્રત્યે પ્રેમ કે કરુણાભાવ પણ નથી બતાવ્યો. કાન મળ્યા છે પણ એ કાનથી કેઈ દુઃખી અને સંતપ્તની આપવીતી પણ નથી સાંભળી. ધર્મની વાણું પણ નથી સાંભળી. આફતમાં સપડાયેલાઓના બચાવે અને મદદના પોકારે પણ કાને નથી ધર્યા. અંત:કરણ મળ્યું છે પણ એ અંતરથી કેઈનું હિત ચિંતવ્યું નથી. એ અંતરથી કેઈનાં સુખ જોઈ રાજીપો નથી અનુભવ્યો. માનવશરીરનાં આ બધાં યંત્રો દ્વારા યમ, નિયમ, સંવેગ અને વૈરાગ્યનું ઉત્પાદન કરવાનું છે. કર્મેન્દ્રિયોથી સેવા અને સાધના કરવાના છે. જ્ઞાનેન્દ્રિયથી ઉત્પન્ન થયેલ આધ્યાત્મિક ઉત્પાદનનું યોગ્ય વિતરણ કરવાનું છે. અને આ બધાની કુશળ વ્યવસ્થા અને દેખરેખ અંત - કરણે સદાય રાખવાની છે. ૧૦૩ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146