________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૧
નળ અને
આમા
આત્મા પોતે જ પરમાત્મા છે. જીવ પિતે જ શિવ છે. સ્વ પિોતે જ સ્વયં સિદ્ધ છે. આ સનાતન સત્ય છે. પરંતુ અજ્ઞાન અને મોહના કારણે આ સત્યનો સ્વીકાર થતો નથી.
- ઘરમાં નળ છે. નળમાંથી પાણી આવે છે. સ્કૂલ બુદ્ધિના કારણે તેને નળના પાણી તરીકે ઓળખાવાય છે. વાસ્તવમાં જોઈએ તો નળના પાણી જેવું કંઈ નથી.
કારણ નળનું પાણી કઈ તળાવ-સરોવર-જળાશયમાંથી આવે છે. જળ નું શબ કોઈ બંધમાંથી આવે છે. બંધમાં પાણી નદીમાંથી આવે છે. નદીમાં પાણી વાદળામાંથી આવે છે. સમુદ્રનાં પાણીની વરાળ બને છે અને તે વરાળનાં વાદળ બને છે. વાદળ પર્વતે સાથે અથડાય છે અને પાણી બની તૂટે છે. તે પાછુ નદી બને છે.
નળનું પાણું સમુદ્રનું પાણી છે એવું કોઈ કહેતું નથી, માનતું નથી. વરસાદની વૈજ્ઞાનિક પ્રક્રિયાનું જ્ઞાન ન હોવાથી પાણીને ભેદ અને અભેદ સમજાતો નથી.
૧૨૫
For Private And Personal Use Only