________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦ ખણુજ
મેં જોયું તો એનો પગ સૂઝી ગયા હતા. પીંડી પર નખના આડા-અવળા લાંબા નિશાન હતા. લેહી જામી ગયું હતું અને એક કાળું ધાબું દેખાતું હતું. “આ તને કેવી રીતે થયું ભાઈ !” મેં સહાનુભૂતિથી પૂછયું.
પગ બતાવી તેણે મને કહ્યું : “અહીં મને ગૂમડું થયું હતું. મટી જવાની તૈયારીમાં હતું. પણ ત્યાં મને ખૂબ જ ખણુજ આવતી હતી. એવી જોરથી ખણુજ ઉપડતી કે મારાથી રહેવાતું નહિ. ખણુશ તે ગૂમડું વધુ વકરશે એ હું જાણતો હતે, આથી મેં તેને પંપાળ્યું, હળવેથી નખ ન લાગે તે રીતે ખણુજને ડામવાનો પ્રયત્ન કર્યો.
એમ પંપાળતા હું ઊંઘી ગયો, પછી કંઈ ખબર નથી. જાગે ત્યારે મને પગે સપ્ત પીડા થવા લાગી. ત્યાં મેં જોયું ત્યારે ખબર પડી કે મેં ઊંઘમાં ખૂબ જ ખણી નાંખ્યું છે.”
મેં વચમાં જ પૂછયું : “ખણવાથી ગૂમડું વધુ વકરશે એવી ખબર હોવા છતાંય તે ખણ નાંખ્યું?” તેણે શરમથી માથું નીચે નમાવી દીધું.
૭પ
For Private And Personal Use Only