________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧ જ મચ્છર
વરસાદ વરસી રહ્યો છે. રૂમના બારી-બારણું બધું બંધ છે. વધારામાં અંધારી રાત છે. બહાર પણ અંધારું છે. અંદર પણ અંધારું છે છતાં ય પથારીમાં ઊંઘ નથી આવતી.
કોઈ રોગ નથી, કોઈ ઉગ નથી, કોઈ ચિંતા નથી, શરીર સખત થાકયું છે. છતાં ય ઊંઘી શકાતું નથી. કારણ અંધારામાં મચ્છર ગણગણી રહ્યા છે. તે ડંખ દે છે. મચ્છર કરડવાથી ઊંઘ નથી આવતી.
લાઈટ કરી, લાઈટ સળગતી રહી ત્યાં સુધી મરછર ગાયબ રહ્યા, એકાદ બે આમ તેમ ઘૂમતા હતા તેને હાથ વીંઝીને દૂર કર્યા. પણ અંધારાથી ટેવાયેલી ઊંઘને લાઈટમાં કેમ ઊંઘ આવે?
ત્યાં કોકે કહ્યું: “ધૂપ કર, ધૂપથી મચ્છર ઉડી જશે.”
લાઈટ મેં બંધ કરી, એક વાસણમાં સળગતો દેવતા રાખ્યો અને તેના પર ધૂપ ભભરાવ્યા, છેડી અગરબત્તી પણ પેટાવી.
૨૯
For Private And Personal Use Only