________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
:
:
૩૦ જ સિગ્નલ
રેલ્વેના સાધનોનું પણ એક આગવું સૌન્દર્ય છે. તેનાં સાધનો પણ એક પ્રેરક ઉપદેશ આપી જાય છે.
સિગ્નલ એક એવું પ્રેરક સાધન છે. આત્મસાધક માટે તે એક પ્રતીક છે. સિગ્નલ બે કિયા કરે છે. એક ગાડીને રોકવાનું, બીજી ગાડીને પસાર થવા દેવાનું. સિગ્નલ પડે છે તે ધસમસતી ગાડી તે જ ગતિએ ચાલી જાય છે. સિગ્નલ નથી મળતું તે ગાડી થંભી જાય છે, પણ એ જીન ઉપરાઉપરી ચીસો પાડે છે.
વિષય અને કષાયની ગાડીએ અંતરના પાટા પર ચીસાચીસ કરતી પૂરવેગે દોડે છે. નાની-મોટી અનેક હોનારત તે સર્જે છે. પરંતુ તે તરફ આપણું ધ્યાન નથી. કદાચ એ કારણ હશે કે એ હોનારતમાં જે ખુવારી અને નુકશાન થાય છે તે આપણને દેખાતું નથી.
પણ તેથી શું? નરી આંખે ન દેખાય પણ એક દિવસ તો તે ખરાબ રીતે અનુભવવું પડે છે. વિષય અને કષાયના મારથી કણસવું પડે છે તે કેમ ભૂલી જવાય ?
પ૭
For Private And Personal Use Only