________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ફળ તે બંને છે, પણ એક કાચું છે; બીજું પાકું.
કાચું ફળ કઠણ છે. ખાતા દાંત તૂટે છે. તેને રસ પણ ખાટો જ હોય છે. વળી આ બે વચ્ચે બીજો તફાવાત એ છે કે કાચા ફળને તેડવું પડે છે.
જ્યારે પાકું ફળ આપોઆપ તૂટે છે. તેને તોડવું નથી પડતું. તેને ખાતા દાંત તૂટતા નથી. તેને ખાતાં માં મીઠું બને છે.
દાનનું પણ એવું જ છે. દાન શરમથી અપાય છે, ભયથી અપાય છે, માગનાર પાસેથી છૂટકારો મેળવવાની વૃત્તિથી અપાય છે, ઉપકાર કરવાની કામનાથી અપાય છે, લાલચથી અપાય છે.
આ વૃત્તિ અને વિકારથી અપાયેલ દાન કાચા ફળ જેવું છે.
પરંતુ ક્યારેક દાન પ્રેમથી અપાય છે, માંગ્યા વિના સમજીને અપાય છે, મૂર્ણને ત્યાગ કરવા અપાય છે, પિતાના પર જ ઉપકાર કરવા અપાય છે, સમવેદના અનુભવીને અપાય છે.
For Private And Personal Use Only