________________
શ્રી બૃહસંગ્રહણી સૂત્રમ-ગાથાર્થ સહિત सुरकप्पठिहविसेसा, सगपयरविहत्तइच्छसंगुणिओ। हि हिल्लठिइसहिओ, इच्छियपयरम्मि उक्कोसा ॥ १६ ॥
સનકુમાર વિગેરે કપ પન્નદેવની ઉત્કૃષ્ટ સ્થિતિને તિપિતાના દેવક સંબંધી પ્રતરની સંખ્યા વડે ભાગ આપ, જે સંખ્યા આવે તેને ઈષ્ટ પ્રતરની સંખ્યાવડે ગુણવા, જે જવાબ આવે તે તેમજ નીચેના પ્રતરની સ્થિતિ બને મેળવવાથી ઈષ્ટપ્રતરમાં ઉત્કૃષ્ટસ્થિતિ પ્રાપ્ત થશે. (૧૬)
सोमजमाणं सतिभा-ग पलिय वरुणस्सदुनी देसूणा । वेसमणे दा पलिया, एसा ठिई लोगपालाण ॥ १७ ॥
સોમ તથા યમ નામના કપાલનું આયુષ્ય અનુક્રમે એક પાપમ તથા એક પલ્યોપમનો ત્રીજો ભાગ ( ૧ ૧/૩ પલ્યો. ), વરૂણ કપાલનું કાંઈક ન્યૂન બે પલ્યોપમ અને શ્રમણ કપાલનું સંપૂર્ણ બે પાનું આયુષ્ય છે. (૧૭)
कप्पस्स अंतपयरे, नियकप्पडिसया विमाणाओ। इंदनिवासा तेसि, चउदिसिं लोगपालाणं ॥ १८ ॥
પ્રત્યેક દેવકના છેલ્લા પ્રતરમાં પિતાપિતાના નામવાલા કપાવંતસક વિમાન હોય છે, તેમાં ઈન્દ્રના રહેઠાણ હોય છે, અને તેની ચારે બાજુ લોકપાલ દેના રહેઠાણ છે. (૧૮) [ દેવેનું સ્થિતિદ્વાર પૂર્ણ થયું, હવે તેઓનું જ ભુવનદ્વાર શરૂ થાય છે. ]
असुरा नागसुवन्ना, विज्ज अग्गी य दीव उदही अ । दिसि पवण थणिय दसविह, भवणवई तेसु दुदु इंदा ॥ १९ ॥
અસુરકુમાર ૧, નાગકુમાર ૨, સુવર્ણકુમાર ૩, વિદ્યુતકુમાર ૪, અગ્નિકુમાર પ, દ્વીપકુમાર ૬, ઉદધિકુમાર ૭, દિકુમાર ૮, વાયુકુમાર ૯, અને સ્વનિતકુમાર ૧૦, એમ દશ પ્રકારના ભુવનપતિ છે તથા તે દરેકમાં દક્ષિણ-ઉત્તર એમ બે વિભાગના બબે ઈન્દ્રો છે. (૧૯)
चमरे बली अ धरणे, भूयाणदे अ वेणुदेवे य । तत्तो अ वेणुदाली, हरिकंत हरिस्सहे चेव ॥२०॥ अग्गिसिह अग्गिमाणव, पुण्ण विसिढे तहेव जलकते । जलपह तह अमिअंगई मिअवाहण दाहिणुत्तरभो ॥ २१ ॥
-
૧૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org