Book Title: Bruhat Sangrahani Sutram
Author(s): Deepvijay
Publisher: Deepvijay
View full book text
________________
શ્રી બૃહત્સંગ્રહણી સૂત્રમ-ગાથાર્થ સહિત चूडामणि फणि गरुडे, वज्जे तह कलस सिंह अस्से अ । गय मयर बद्धमाणे, असुराईणं मुणसु चिंधे ॥२७॥
દશે નિકાયના દેવને ઓળખવા માટે તેઓના મુકુટ વિગેરે આભૂષણેમાં જુદા જુદા ચિહે હોય છે, તેમાં અસુરકુમારને ચૂડામણિનું, નાગકુમારને સર્પનું, સુવર્ણકુમારને ગરૂડનું, વિદ્યુતકુમારને વજનું, અગ્નિકુમારને કળશનું, દીપકુમારને સિંહનું, ઉદધિકુમારને અશ્વનું, દિશિકુમારને હાથીનું, પવનકુમારને મગરનું અને સ્વનિતકુમારને સરાવસંપુટનું ચિન્હ હોય છે. (૨૭)
असुरा काला नागुद-हि पंडुरा तह सुवण्ण दिसि थगिया। कणगाभ विज्जु सिहि दीव, अरुण वाऊ पिअंगुनिभा ॥२८॥
અસુરકુમાર દેવેને વર્ણ કાળો, નાગકુમાર-ઉદધિકુમારનો ગૌરવર્ણ, સુવર્ણકુમાર-દિશિકુમાર-સ્તુનિતકુમારને સુવર્ણ વર્ણ, વિદ્યુતકુમાર અગ્નિકુમારદીપકુમારને અરૂણ–રક્ત વર્ણ અને વાયુકુમારને પ્રિયંગુ વૃક્ષના વણે જે એટલે લગભગ નીલવર્ણ છે. (૨૮)
असुराण वत्थ रत्ता, नागोदहिविज्जुदीवसिहि नीला । दिसिथणि सुवन्नाणं, धवला वाऊण संज्झरुई ॥२९॥
અસુરકુમારનાં વસ્ત્રો લાલ હોય છે, નાગકુમાર-ઉદધિકુમાર-વિદુકુમારદ્વિપકુમાર-અગ્નિકુમારનાં નીલ વસ્ત્રો હોય છે, દિશિકુમાર-સ્તનિતકુમાર અને સુવર્ણકુમારનાં ઉજવલ-ધવલ વસ્ત્રો છે, તથા વાયુકુમારના સંસ્થાના રંગ જેવાં વસ્ત્રો હોય છે. ( ૨૦ )
चउसहि सट्ठि असुरे, छच्च सहस्साई धरणमाईणं । सामाणिया इमेसिं, चउग्गुणा आयरक्खा य
અસુરકુમારના બંને ઇન્દ્રો પિકી ચમરેન્દ્રને ૬૪૦૦૦ તથા બલીન્દ્રને ૬૦૦૦૦ સામાનિક દે છે, બાકીના ધરણેન્દ્રાદિ પ્રત્યેકને ૬૦૦૦ સામાનિક દેવોની સંખ્યા છે, અને દરેકને સામાનિકથી ચાર ગુણ આત્મરક્ષક દેવેની સંખ્યા હોય છે. ( ૩૦ )
रयणाए पढमजोयण-सहसे हिटुवरि सयसयविहुणे ।। वंतरयाणं रम्मा, भोमा नगरा असंखिज्जा
રત્નપ્રભાના પ્રથમ (ઉપર)ના હજાર યોજનમાં ઉપર નીચે સો સો જન મૂકીને બાકીના ૮૦૦ યોજનમાં વ્યંતર દેનાં પૃથ્વીકાયમય અસંખ્યાતાં સુંદર નગરે છે. ( ૩૧ )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80