Book Title: Bruhat Sangrahani Sutram
Author(s): Deepvijay
Publisher: Deepvijay

View full book text
Previous | Next

Page 41
________________ ૨૮ શ્રી બૃહસંગ્રહણ સૂત્રમ-ગાથાર્થ સહિત પામીને અવશ્ય ઈશાન દેવલેકમાં જ અહિં પિતાનું જેટલું આયુષ્ય હોય તેટલા આયુષ્યથી અથવા તેથી ન્યૂન આયુષ્યથી ઉત્પન્ન થાય છે. ( ૧૫૦ ). जंति समुच्छिमतिरिया, भवणवणेसु न जोइमाईसु । जं तेसिं उववाओ, पलियाऽसंखंसआऊसु ॥१५१ ॥ એ જ પ્રમાણે સંમૂર્છાિમ તિય ચે ભુવનપતિ તથા વ્યંતરમાં ઉત્પન્ન થવાના અધિકારી છે, પરંતુ જ્યોતિષી તથા વૈમાનિકમાં ઉત્પન્ન થઈ શકતા નથી, કારણ કે તેઓ વધુમાંવધુ પામના અસંખ્ય ભાગ પ્રમાણુ આયુષ્યથી જ ભુવનપતિ-વ્યંતરમાં ઉપજે છે. તેટલું અલ્પ આયુષ્ય ત્યાં જ છે, પરંતુ તિષી આદિમાં નથી. ( ૧૫૧ ). वालतवे पडिबद्धा, उक्लडरोसा तवेण गारविआ । वेरेण य पडिबद्धा, मरि असुरेसु जायंति | ૨ બાલ-અજ્ઞાન તપસિવ, ઉત્કટ ક્રોધવાળા, તપને ગર્વ કરનારા અને વૈરને મનમાં ધારણ કરવાવાળા મરીને અસુર (ભુવનપતિ) માં જઈ શકે છે, પરંતુ તેથી આગળ જવાના અધિકારી નથી. (૧૫૨). रज्जुगाहविसभक्खण-जलजळणपवेसतण्हछहदुहओ। गिरिसिरपडणाउ मया, सुहभावा हुंति वंतरिया ॥१५३ ॥ ગળાફાસો, વિષભક્ષણ, પાણી અથવા અગ્નિમાં જાણી જોઈને પડવું, તૃષા તથા ક્ષુધાની પીડા, પર્વતની ટોચ ઉપરથી ઝંપાપાત કરે, આવા કારણથી આપઘાત કરે, છતાં જે છેલી વખતે કાંઈક શુભભાવના આવી જાય તે વ્યન્તરમાં ઉત્પન્ન થઈ શકે છે. (૧૫૩). तावस जा जोइसिया, चरगपरियाय बंभलोगो जा। जा सहसारो पंचिं-दितिरिअ जा अच्चुओ सट्टा ॥१५४ ॥ તાપસ તિષી સુધી, ચરક પરિવ્રાજક પાંચમાં બ્રહ્મદેવલોક સુધી, તિય ચ પંચેન્દ્રિય આઠમા સહસ્ત્રાર સુધી અને શ્રાવકે બારમા અચુત દેવલોક સુધી ઉત્પન્ન થવાના અધિકારી છે. (૧૫૪). जईलिंगमिच्छदिहि, गेवेज्जा जाव जंति उक्कोसं । पयमवि असद्दहतो, मुत्तुत्तं मिच्छदिट्ठी उ સાધુના વેષને ધારણ કરનાર પણ મિથ્યાદષ્ટિ વધારામાં વધારે નવમી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80