Book Title: Bruhat Sangrahani Sutram
Author(s): Deepvijay
Publisher: Deepvijay

View full book text
Previous | Next

Page 24
________________ ચન્દ્ર-સૂર્યાદિ જ્યોતિષીનિકાયનું સ્વરૂપ રત્નમય છે, તેમાં પણ જે લવણસમુદ્ર ઉપર આવેલાં છે તે દગસ્ફટિકમય એટલે પાણીને પણ ફાડીને-ભેદીને પ્રકાશ આપી શકે તેવાં છે. (૫૩-૫૪) जोयणिगसहिभागा, छप्पन्नडयाल गाउदुइगद्धं । चंदाइविमाणाया-मवित्थडा अद्धमुच्चत्तं ચંદ્રનું વિમાન એક યજનના એકસઠિયા છપ્પન ભાગ (૨૬) જેવડું, સૂર્યનું વિમાન એકસઠિયા અડતાલીશ ભાગ (૬) જેવડું, ગ્રહનું વિમાન બે ગાઉનું, નક્ષત્રનું વિમાન એક ગાઉનું તેમજ તારાઓનું વિમાન અર્થે ગાઉ લાંબુ પહેલું છે. દરેકના વિમાનની ઊંચાઈ લંબાઈ-પહોળાઈથી અર્ધ જાણવી. (૫૫) पणयाललक्खजोयण, नरखित्तं तस्थिमे सया भमिरा । नरखित्ताओ बहिं पुण, अद्धपमाणा ठिा निचं ॥५६ ॥ પીસ્તાલીશ લાખ જનપ્રમાણુ મનુષ્યક્ષેત્રમાં આ તિષીના વિમાનો સદાકાળ પરિભ્રમણ કરવાવાળાં છે, અને મનુષ્યક્ષેત્રની બહાર જે જોતિષીનાં વિમાને છે તે સદાકાળ સ્થિર તેમજ પૂર્વોક્ત લંબાઈ, પહોળાઈ તથા ઉંચાઈને પ્રમાણુથી અર્ધ પ્રમાણુવાળાં છે. (૫૬) ससिरविगहनक्खत्ता, तारा ओ हुंति जहुत्तरं सिग्धा । विवरीया उ महड्डीआ, विमाणवहगा कमेणेसि सोलस सोलस अड चउ, दो सुरसहसा पुरो य दाहिणओ । पच्छिम उत्तर सीहा, हत्थी बसहा हया कमसो | ૮ || गह अट्ठासी गक्खत्त, अडवीसं तारकोडिकोडीणं । छासडिसहस नवसय, पणसत्तरि एगससिसि ॥५९ ॥ ચન્દ્ર-સૂર્ય–ગ્રહ-નક્ષત્ર અને તારા એ અનુક્રમે એક પછી એક શીઘ ગતિવાળા હોય છે, અને ઋદ્ધિમાં એક એકથી અનુક્રમે ઊતરતા હોય છે. ચંદ્રના વિમાનને વહન કરનારા દેવેની સંખ્યા ૧૬૦૦૦, સૂર્યના વિમાનને વહન કરનાર ૧૬૦૦૦, ગ્રહના વિમાનને વહન કરનાર ૮૦૦૦, નક્ષત્ર વિમાનને વહન કરનાર ૪૦૦૦, તેમજ તારાના વિમાનને વહન કરનાર બે હજાર ની સંખ્યા હોય છે, અને તે વિમાનને વહન કરનાર દે પૈકી વિમાનની પૂર્વ દિશાએ રહેનારા સિંહનું, દક્ષિણ દિશામાં રહેનારા હાથીનું, પશ્ચિમ દિશામાં રહેનારા વૃષભનું અને ઉત્તર દિશામાં રહેનારા અશ્વનું રૂપ ધારણ કરે છે. ૮૮ ગ્રહ, ૨૮ નક્ષત્ર, ૬૬૯૭૫ કડાકાડી તારાઓ એટલે એક ચન્દ્રનો પરિવાર છે. (૫૭-૫૮-૫૯) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80