Book Title: Bharatiya Abhilekh Vidya
Author(s): Hariprasad G Shastri
Publisher: University Granth Nirman Board

View full book text
Previous | Next

Page 10
________________ ઉપરાંત તામ્રપત્ર-લેખોનો પણ સમાવેશ કરવામાં આવ્યું છે. એમાં અશક, સમુદ્રગુપ્ત અને હર્ષ જેવા સુપ્રસિદ્ધ ભારતીય રાજાઓના લેખો પણ છે તેમજ ખારવેલ, રુદ્રદામા. ધરસેન બાલાદિત્ય અને સિદ્ધરાજ જયસિંહ જેવા પ્રાદેશિક રાજાઓના લેખો પણ છે. આવા ડાક અભિલેખાના ચક્કસ નમૂનાઓ પરથી અભિલેખોની ઉપયોગિતાને નક્કર ખ્યાલ આવશે. આથી ભારતીય અભિલેખો રાજકીય ઈતિહાસ, રાજ્યતંત્ર, ભૂગોળ કાલગણના, ધર્મ, ભાષા, લિપિ, સાહિત્ય, સામાજિક સ્થિતિ, આર્થિક સ્થિતિ, વાસ્તુકલા, શિલ્પકલા ઇત્યાદિને લગતી માહિતીના સાધન તરીકે ભારતના રાજકીય તથા સાંસ્કૃતિક ઈતિહાસના અન્વેષણમાં કેવું મહત્ત્વ ધરાવે છે તે હવે સહેજે ફુટ થાય છે (પ્રકરણ ૧૮). અભિલેખનું અન્વેષણ, વાચન સંચાલન અને પ્રકાશન કેવી રીતે થાય છે ને એનું સંરક્ષણ કેટલું જરૂરી છે એ આ ગ્રંથના અંતિમ પ્રકરણમાં દર્શાવાયું છે. પ્રકરણની અંદર આવેલા લિપિને લગતા આલેખો તથા ગ્રંથના અંતે આપેલા અભિલેખોના ફોટોગ્રાફ તે તે વિષય સમજવામાં મદદગાર નીવડશે. અનુક્રમણિકામની વિગત વિષયસૂચિની ગરજ સારે છે. વિશેષ નામોની શબ્દસૂચિ ગ્રંથના અંતે આપી છે. શાસ્ત્રીય વિષયના શિષ્ય ગ્રંથોમાં આવી સૂચિઓ અનિવાર્ય ગણાય. | ગુજરાતી ભાષામાં ભારતીય અભિલેખવિદ્યા વિશે ગ્રંથ લખાય અને પ્રકાશિત થાય એની જરૂર ઘણાં વર્ષોથી રહી હતી. યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોડે આ વિષય પર પુસ્તક તૈયાર કરાવી પ્રકાશિત કરવાનું કર્યું તે માટે હું આ ગ્રંથના લેખક તરીકે તેમજ આ વિષયના અધ્યાપક તરીકે એ બેડને તથા ખાસ કરીને એના અધ્યક્ષ શ્રી ઈશ્વરભાઈ પટેલનો ઘણો આભાર માનું છું. ગ્રંથના સુરેખ મુદ્રણ માટે શ્રી ઇન્દુભાઈ શાહે રાખેલી કાળજીની પણ કૃતજ્ઞતાપૂર્વક નોંધ લઉં છું. ભારતીય અભિલેખવિદ્યાને લગતો આ ગ્રંથ ભારતીય ઇતિહાસ, સાહિત્ય અને સંસ્કૃતિના અભ્યાસીઓને ઉપયોગી નીવડશે એવી આશા રાખું છું. સુવાસ”, ૧૯૨, આઝાદ સોસાયટી અમદાવાદ, ૩૮૦૦ ૫ હરિપ્રસાદ ગં. શાસ્ત્રી વિજયાદશમી, વિ. સં. ૨૦૨૯; તા. ૬-૧૦-૧૯૭૩ ६ अ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 470