Book Title: Bharatiya Abhilekh Vidya Author(s): Hariprasad G Shastri Publisher: University Granth Nirman Board View full book textPage 8
________________ ૧૯પ૭–૧૯૬૧ દરમ્યાન ભારતીય અભિલેખવિદ્યાના વિષયાના નિરૂપણમાં કેટલાક ઉમેરા થયા. પરંતુ ભારતીય અભિલેખવિદ્યા વિશેનુ પદ્ધતિસરનું પુસ્તક લખાયું છેક ૧૯૬૫ માં. એ પુસ્તક અંગ્રેજીમાં છે તે આ વિષયનું હજી વધુ વિસ્તૃત નિરૂપણ જરૂરી છે. અભિલેખવિદ્યાની જાણકારીના અભાવે ઇતિહાસના ઘણા અધ્યાપકો અભિલેખાની મૂળ સામગ્રીના મહત્ત્વના સાધનને ઘણા એછે લાભ લઈ શકે છે. આપણી યુનિવર્સિ ટીએમાં ઇતિહાસના અનુ-સ્નાતક અભ્યાસક્રમમાં અભિલેખવિદ્યાને અભ્યાસક્રમ ઘડાયા હોય તેા પણ જવલ્લે જ શીખવાય છે ! સંસ્કૃતના અનુસ્નાતક અભ્યાસક્રમમાં અભિલેખવિદ્યાનુ વૈકલ્પિક શાસ્ત્ર પસંદ કરનાર વિદ્યાર્થીઓને ભારતીય પ્રાચીનલિપિવિદ્યાનેા તથા મહત્ત્વના પ્રાકૃતસંસ્કૃત અભિલેખાને અભ્યાસ કરવા પ્રાપ્ત થાય છે. એવી રીતે ભારતીય સંસ્કૃતિના અનુસ્નાતક વિદ્યાથીઓને પણ અભિલેખવિદ્યા તથા સિક્કાશાસ્ત્રના વૈકલ્પિક જૂથમાં ભારતીય અભિલેખવિદ્યાના અભ્યાસ કરવાને લાભ મળે છે. છતાં મારી જાણ મુજબ આ વિષય પર ગુજરાતી ભાષામાં કોઈ પુસ્તક ભાગ્યે જ લખાયુ છે. ત્રણેક વર્ષ ઉપર આ લેખકે લખેલી ‘ભારતીય અભિલેખવિદ્યા : એક રૂપરેખા' પુસ્તિકા બહાર પડી, તેનાથી ગુજરાતીમાં આ વિષયનુ અવતરણ થયેલું. પરંતુ એ તે પાશેરામાં પહેલી પૂણી' ગણાય. ભારતીય ઇતિહાસ, સાહિત્ય અને સંસ્કૃતિના અનુસ્નાતક વિદ્યાથીઓને તેમજ અભ્યાસીઓને આ વિગતવાર ગ્રંથ વિશેષ ઉપયોગી નીવડે તેવા છે. પ્રાસ્તાવિક પ્રકરણમાં ભારતીય અભિલેખવિદ્યાનાં પગરણ કેવી રીતે થયાં તે નિરૂપાયુ છે. પ્રકરણ ૨-૭ લિપિને લગતાં છે. ભારતમાં લેખનકલાની પ્રાચીનતા ૧૯૨૧ પહેલાં લગભગ ઈ. પૂ. ૫૦૦ સુધી દર્શાવી શકાતી, જ્યારે હડપ્પીય સભ્યતાના અવશેષેામાં મળતી અભિલિખિત મુદ્રાની શોધ પછી એ હવે ઈ. પૂ.૨૫૦૦ સુધી દર્શાવી શકાય છે. પ્રાચીન ઐતિહાસિક કાલમાં ભારતમાં એ લિપિ વપરાતી – ઉત્તરપશ્ચિમ ભાગમાં ખરાખી અને બાકીના બધા ભાગમાં બ્રાહ્મી. ખરાબ્દી લિપિ થાડા શતકામાં લુપ્ત થઈ, જ્યારે બ્રાહ્મી લિપિ દેશના જુદા જુદા ભાગમાં જુદી જુદી રીતે ક્રમિક પરિવર્તન પામી વર્તમાન ભારતીય લિષિ રૂપે અદ્યપર્યંત ચાલુ રહી છે. મૌય કાલીન બ્રાહ્મી લિપિમાંથી આ વમાન લિપિ કેવી રીતે વ્યુત્પન્ન થઈ છે તે પ્રાચીન લિપિવિદ્યાનાં પુસ્તકામાં વિગતે દર્શાવાયુ છે; અહીં Jain Education International ( For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 470