Book Title: Bharatiya Abhilekh Vidya Author(s): Hariprasad G Shastri Publisher: University Granth Nirman Board View full book textPage 7
________________ હોવા છતાં સંસ્કૃતના પંડિતોને પણ એ ઉકેલતાં મુશ્કેલી પડતી. વધુ પ્રાચીન કાલના લેખો તો જાણે કઈ લુપ્ત કે વિદેશી લિપિમાં ન લખાયા હોય તેવો ભાસ થતો, કેમકે એ કાલનું લિપિસ્વરૂ૫ એના વર્તમાન સ્વરૂપથી સાવ ભિન્ન હતું. ભારતીય પંડિતો તો એને “દેવલિપિ” માની હાથ ધોઈ નાખતા, પરંતુ પાશ્ચાત્ય વિદ્વાનોએ ખંત અને સૂઝ દ્વારા છેક મોર્યકાલ સુધીના લિપિ-મરોડ બંધ બેસાડ્યા. આ પુરુષાર્થ દ્વારા ભારતીય પ્રાચીનલિપિવિદ્યાનાં મંડાણ થયાં ને પ્રાચીન હસ્તપ્રતો તથા પ્રાચીન અભિલેખ વાંચવામાં લિપિ–મરેડનો અંતરાય દૂર થશે. ભારતીય પ્રાચીનલિપિવિદ્યાએ ભારતીય અભિલેખવિદ્યાના વિકાસને વેગ આપ્યો. ભારતના પુરાતત્વ સર્વેક્ષણમાં અભિલેખવિદ્યાના વિભાગ ઉમેરાયા. એમાં બ્રાહ્મી અને ખરોષ્ઠી જેવી પ્રાચીન લિપિઓમાં કોતરેલા અભિલેખોના તેમજ અરબી-ફારસી લિપિઓમાં કોતરેલા અભિલેખોના જાણકાર નિમાવા લાગ્યા. એનાં વિભાગીય વર્તુલેમાં વર્તમાન પ્રાદેશિક લિપિઓના જાણકારે તો હતા જ. પુરાતત્ત્વ–સર્વેક્ષણ તરફથી ભારતીય અભિલેખો માટે ખાસ સામયિક પણ શરૂ થયું. શૈલલેખો, શિલાતંભલેખો, શિલાલેખો, તામ્રપત્રલેખ, ગુફાલેખ, પ્રતિમાલેખ વગેરે પ્રકારના અભિલેખનું અન્વેષણ, વાચન, સંપાદન, ભાષાંતર અને પ્રકાશન થતાં ભારતના ઈતિહાસમાં વિપુલ માહિતી ઉમેરાઈ ને એ પણ તે તે સમયનાં સમકાલીન સાધના આધારે. પ્રતિવર્ષ અનેક અભિલેખ પ્રકાશિત થતા રહે છે, અભિલેખ-સંગ્રહાના કેટલાક ગ્રંથ પણ તૈયાર થતા રહે છે ને અભિલેખોની સૂચિઓ પણ પ્રસિદ્ધ થતી રહે છે. ભારતીય ઇતિહાસના અનવેષણ, સંશોધન તથા નિરૂપણમાં અભિલેખે માહિતીના સાધન તરીકે ઘણા ઉપકારક નીવડ્યા છે. પરંતુ ભારતીય અભિલેખવિદ્યા વિશે ઘણું જૂજ સાહિત્ય લખાયું છે. ૧૮૯૪–૧૯૧૮ દરમ્યાન ભારતીય પ્રાચીનલિપિવિદ્યા વિશેના સાહિત્યનાં હિંદી, જર્મન અને અંગ્રેજીમાં પગરણ થયાં. એમાં ભારતમાં લેખનકલાની પ્રાચીનતા, ભારતની પ્રાચીન લિપિઓનો ઉદ્ભવ તથા વિકાસ, લિપિ–સ્વરૂપ તથા અક્ષર-મરોડોનાં ક્રમિક રૂપાંતર ઉપરાંત લેખન તથા અભિલેખનની સામગ્રી અને અભિલેખોમાં આપેલી મિતિઓના જુદા જુદા સંવતો જેવી કેટલીક આનુષંગિક બાબતોનું ય નિરૂપણ કરવામાં આવ્યું. એ પછી છેક Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 470