Book Title: Bharatiya Abhilekh Vidya Author(s): Hariprasad G Shastri Publisher: University Granth Nirman Board View full book textPage 6
________________ પ્રસ્તાવના અભિલેખ એટલે કતરેલું લખાણ. પથ્થર પર કોતરેલા લેખ “શિલાલેખ” કહેવાય છે. લેખ કતરેલાં તાંબાનાં પતરાંને “તામ્રપત્ર' કહે છે. મંદિર, મસ્જિદો, વાવો વગેરેમાં ઘણી વાર શિલાલેખ મૂકેલ હોય છે. મંદિરમાં ઘણી વાર મૂતિ પર લખાણ કોતરેલું જોવામાં આવે છે. એને “પ્રતિમાલેખ કહે છે. કેટલાંક સ્થળોએ શિલાતંભ પર લેખ કતરેલો હોય છે. ગુજરાતમાં, ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઠેકઠેકાણે પાળિયા ઉભા કરેલા હોય છે ને એના પર કંઈ લખાણ કોતર્યું હોય છે. હાલ અનેક જાહેર તથા ખાનગી મકાનોમાં લખાણ કોતરેલી તકતી મૂકવામાં આવે છે. આ અને આવા બીજા પ્રકારના અભિલેખામાં કંઈ ને કંઈ યાદગાર હકીકત નોંધાઈ હોઈ, એ ઇતિહાસનું એક મહત્ત્વનું સાધન બની રહે છે. ઈતિહાસનાં વિવિધ સાધનોમાં અલિખિત સાધન કરતાં લિખિત સાધનો વધુ ઉપયોગી નીવડે છે ને લિખિત સાધનામાંય અભિલેખો વિશેષ ઉપયોગી નીવડે છે, કેમકે એમાંનું લખાણ એના મૂળ સ્વરૂપમાં હજારો વર્ષ સુધી ટકી રહે છે. ભારત ઘણો વિશાળ દેશ છે ને એનો ઈતિહાસ ઘણો લાંબો છે. પરંતુ ભારતીય ઈતિહાસના પ્રાચીન સાહિત્યમાં રાજવંશાવળીઓ જ વધારે જળવાતી, પ્રાચીન રાજાઓના ચરિતમાં મુખ્ય આધાર અનુસૂતિનો લેવાતો અને સમકાલીન રાજાઓનાં ચરિત મુખ્યત્વે નાયકોચિત પ્રશસ્તિ તથા કાવ્યોચિત ક૯૫નાની દષ્ટિથી લખાતાં. મુસિલમ લેખકોની તવારીખમાં રાજકીય દસ્તાવેજને ઠીક ઉપયોગ કરવામાં આવતો. પરંતુ ઈતિહાસ માટે સર્વવિધ સાધનસામગ્રીનું અષણ ભાગ્યે જ કરવામાં આવતું. આ પ્રકારના અન્વેષણનો આરંભ ભારતમાં ૧૮ મી સદીના ઉત્તરાર્ધમાં થયે. ત્યારે એમાં અભિલેખોમાં નોંધાયેલા વૃત્તાંતને ય સમાવેશ થયો. [પ્રાચીન અભિલેખોમાં ૧૦મી–રમી સદી સુધીના લેખ વાંચી શકાતા, પરંતુ એની પહેલાંના લેખ વાંચવા મુશ્કેલ હતા, કેમકે લિપિના મરેડમાં હંમેશાં પરિવન થયા કરતું. આથી કેટલાક લેખ સંસ્કૃત ભાષામાં લખાયેલા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 470