________________
8 (4) અહિત ધ્યાન (Gી
તીર્થકરોએ દયાને જ વખાણી છે. ધર્મતત્વનું પાલન, પિષણ અને સંવર્ધન કરનારી એક દયા જ છે અને તે દુખી અને પાપી પ્રાણુઓના દુઃખ અને પાપને નાશ કરવાની વૃત્તિ અને પ્રવૃત્તિરૂપ છે તથા. સાયિક ભાવમાં સહજ સ્વભાવરૂપ છે. તે સ્વભાવ દુઃખરૂપી દાવાનળને એક ક્ષણ-માત્રમાં શમાવવા માટે પુષ્કરાવ મેઘની ગરજ સારે છે. પુષ્કરાવ મેઘની ધારા જેમ ભયંકર દાવાનળને પણ શાંત કરી દે છે, તેમ આત્માને સહજ શુદ્ધ સ્વભાવ જેઓને પ્રગટ થયે છે, તેઓના ધ્યાનના પ્રભાવથી દુઃખદાવાનળમાં દાઝતા સંસારી જીના દુઃખદાહ એક ક્ષણવારમાં શમી જાય છે.
શુદ્ધ સ્વરૂપને પામેલા અરિહંતાદિ આત્માઓનું ધ્યાન તેમના પૂજન વડે, રતવન વડે, તેમની આજ્ઞાના પાલન આદિ વડે થાય છે. શુદ્ધ સ્વરૂપને પામેલા આત્માઓનું ધ્યાન એ જ પરમાત્માનું ધ્યાન - છે અને એ જ નિજ શુદ્ધાત્માનું સ્થાન છે.
ધ્યાન વડે ધ્યાતા ધ્યેયની સાથે એકતાને અનુભવ કરે છે તે સમાપત્તિ છે, અને તે જ એક કર્મક્ષયનું અસાધારણ કારણ છે. નિજ શુદ્ધ આત્મા દ્રવ્ય, ગુણ અને પર્યાયથી અરિહંત અને સિદ્ધ સમાન છે. તેથી અરિહંત અને સિદ્ધ પરમાત્માનું ધ્યાન દ્રવ્ય ગુણ અને પર્યાયથી પિતાના શુદ્ધ આત્માના ધ્યાનનું કારણ બને છે. કારણમાંથી કાર્ય ઉત્પન્ન થાય છે, એ ન્યાયે અરિહંત અને સિદ્ધ પરમાત્માના ધ્યાન વડે સકલ કર્મને ક્ષય થવાથી પિતાનું શુદ્ધ સવરૂપ પ્રગટે છે.
" કર્મ ક્ષયનું અસાધારણ કારણ શુદ્ધ સ્વરૂપનું ધ્યાન છે. કહ્યું
-
1 મેક્ષ કામાકવ ર ગતિમાનો ત . ध्यानसाध्यं मत तय्य, तद्ध्यानं हितामात्मन ॥१॥
Scanned by CamScanner