Book Title: Arihant Dhyan
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 56
________________ ५ 'देवो भूत्वा देवं यजेत' સ્વયં દેવ બનવા માટે દેવના સ્વરૂપનું દર્શન કરવું જ રહ્યું. જે જેનામાં એકાકાર થાય તે ભાવથી તે જ બની જાય. આથી જ મૃતિપૂજા ખૂબ જરૂરી બની રહે છે. આ એવું આલંબન છે જેનું ધ્યાન ધરતાં સ્વયં તવસ્વરૂપ બની શકાય છે. મૂર્તિની પૂજા કરતાં કરતાં પૂજા પૂરી થાય અને મૂર્તિમાં ભગવાન દેખાવા લાગે. પછી ચિત્ત જ મૂતિમય–ભગવાનમય બની જાય. અને આમ પૂજા પણ જાય, મૂર્તિ પણ જાય અને જીવ સ્વયં, તેના આલંબને, ભગવાનસ્વરૂપ બની જાય. આમ જીવાત્મા સ્વયં ભગવાન બને છે, ભગવાનને પૂજે છે. -ભગવાનસ્વરૂપ સ્વયં બનવું એ ભગવંતની શ્રેષ્ઠ કક્ષાની પૂજા છે. પણ આ સ્થિતિ લાવવા માટેની કેટલીક પૂર્વભૂમિકામાં છે તેને સમજવી જોઈએ; એટલું જ નહીં પણ તે ભૂમિકાઓમાંથી પસાર પણ થવું જોઈએ. સ્વયં દેવ સ્વરૂપ બની જવા માટે સૌ પ્રથમ તે જગતના સાચા સ્વરૂપને સાક્ષાત્કાર કરવો જોઈએ. જગત વિનાશી, અશરણું, અશુચિ વગેરે સ્વરૂપ છે; તે તેને તે જ સ્વરૂપે બરોબર જોવું જોઈએ. આમ થતાં ચિત્તમાંથી જગતના તમામ પદાર્થોની વાસના ઊખડીને સાફ થઈ જશે. ધ્યાનની સ્થિતિમાં આ વાસનાઓ જ વિક્ષોભ પેદા કરે છે. જેને જગત સહામણું-ખૂબ જ સરસ-જણાય તે બિચારે શું ધ્યાન કરે ? ધ્યાનમાં એ જ સ્મરણ ચાલ્યા કરશે. Scanned by CamScanner

Loading...

Page Navigation
1 ... 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111