Book Title: Arihant Dhyan
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 54
________________ T A અરહંત દયાળ (0) સર્વના હિતમાં, રાષ્ટ્રના હિતમાં, પ્રજા, સંસ્કૃતિ અને ધર્મના હિતમાં; જિનશાસનના હિતમાં જે સ્વરક્ષાની સાધના પરિણમનારી હોય તે તેને પ્રાપ્ત કરવા દિલ ઉછળે જ. તે સ્વરક્ષાર્થ સૂમના બળનું સર્જન અને પુણ્યનું ઉત્પાદન જરૂરી હોય તે તેને પણ તે સાધે. તે માટે પરમેષિ-શરણાગતિ આવશ્યક હોય તે તેને અચૂક વરે. સાધકે જુઓ ! વિશ્વમાં સર્વત્ર ઘર સંહારલીલા ચાલી રહી છે. નથી માત્ર ભારતમાં. કારણ કે સ્વરક્ષાના સાધકે અહીં જ છે. તેમના બળે જ સઘળી અંધાધૂંધીઓને “રુક–જાઓને આદેશ આપે છે. જ્યાં સુધી એ બળ જીવંત અને વર્ધમાન રહેશે ત્યાં સુધી કશી આંચ નહીં આવે. એક મુનિને કે એક સાધ્વીજીને દશવિધ યતિપમને સુવિશુદ્ધ આચાર પણ સઘળી આપત્તિઓને સ્થગિત કરી દેવાનું અપ્રતિહત સામર્થ ધરાવે છે. બસ ત્યારે હવે તે સર્વરક્ષાની, સંસ્કૃતિરક્ષાની કે શાસનરક્ષાની આપણું હાથમાં નાડ આવી ગઈ કે પરમેષિ-શરણાગતિ દ્વારા સૂમનું બળ વધારીને સ્વરક્ષા કરે. આ શરણાગતિનાં બે સ્વરૂપ છેઃ એક છે વર્ણમાતૃકાના ધ્યાનની ભૂમિકા સાથેની જપ, સ્તવ વગેરે વિધિસ્વરૂપ અને બીજી છે પરમેષ્ટિની આજ્ઞાઓના યથાશક્ય પાલનસ્વરૂપ–આ આજ્ઞાપાલન એટલે શક્યનું પાલન અને અશક્ય, દુઃશક્યને જીવંત સાપેક્ષભાવ. એ સુશ્રાવકે અને સુશ્રાવિકાઓ ! –પરિશ્રેયાર્થે તમે સહ રવદ્રવ્યથી ઊછળતા ભાવો લાસવાળી જિનપૂજામાં લાગી પડે. એ સાધકે ! શ્રમણે! શ્રમણીઓ! આપણે સહુ પરમાત્માની આજ્ઞાઓના સુવિશુદ્ધ પાલનમાં લાગી પડીએ. Scanned by CamScanner

Loading...

Page Navigation
1 ... 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111