________________
Aહિત દયાળ (બી. “અહિંસાની પ્રતિષ્ઠા થાય ત્યારે તેમની પાસે જાતિવૈરીજીવો પણ પિતાના વિરભાવને કેવા વીસરી જતા હોય? એ મહાત્માઓને કેવા પોતાના અંગો ઘસવા દ્વારા વહાલ કરતા હોય? એ મહાત્માઓના મિત્રી આદિ ભાવે કેવા વિકસિત થયા હોય? સર્વ જીવો પ્રત્યે એમને કેવા સ્નેહપરિણામ હોય? દેહ પ્રત્યે કઠોરતા, જીવમાત્ર પ્રત્યે કરુણતા ઉપકારી પ્રત્યે કૃતજ્ઞતા હોય ? વગેરે વાતો સાંભળતાં મારા આત્મામાં ન કલ્પી શકાય તેવી ધ્રુજારીઓ છૂટવા લાગી ! | મારું મન પુકાર પાડીને કહેવા લાગ્યું કે, “શું મને સર્વવિરતિધર્મ ન જામી શકે? શું હું આવી ધન્ય સિથતિએને ન પામી શકું? રે! આ વિનાના જીવનનો તો કશે જ અર્થ નથી. મારે આ જીવનમાં પ્રવેશ કરે જ છે. મારે વિશ્વમૈત્રીના અનંત આનંદને સ્પર્શ જ છે. રે! એમાં અશક્ય શું છે? હું આજે જ આ જીવનને સ્વીકાર કરીશ.
પણ સબૂર !” મારું જ મન કહેવા લાગ્યું
મારામાં તે જીવન પામવાની લાયકાત હશે ખરી! પાત્રતા વિના તે બધું જ નકામું. મને મારી પાત્રતાની શી રીતે ખબર પડે? એ તે આ દેવાધિદેવ જ મારી પાત્રતા અંગે કહી શકે અને પછી યથાયોગ્ય કરી શકે.”
મારા મનમાં એક સરસ વિચાર આવ્યો કે, “આ ! પરમાત્મા હમણાં જ તેનો ઘટસ્ફોટ કરી દે તો કેવું સરસ ? |
Scanned by CamScanner