________________
Aિહિતી પ્રાપ્ત થયો
વિભાગ : ૭ : મર્દની સ્થાપના અને અમૃતમ્બાવનની પ્રક્રિયા ચિત્ર : ૩૬ ગુરુદેવ દ્વારા નાભિકમલમાં
અર્સની સ્થાપના એક દિવસની વાત છે. ગુરુદેવ સૂતા હતા. હું તેમના ચરણની સેવા કરતો હતો. તે વખતે ગુરુદેવ બેઠા થઈ ગયા. તેમના મુખ ઉપર ભારે પ્રસન્નતા જણાતી હતી. મને લાગ્યું કે ગુરુદેવ આજે મારી ઉપર વિશેષ કૃપાવંત જણાય છે. અને.... ખરેખર તેમ જ હતું આજે મને ગુરુસેવાના મેવા મળવાના હતા.
બેઠા થએલા ગુરુદેવે મને કહ્યું, “વત્સ? તું ત્રણ ચાર દીધી શ્વાસોચ્છવાસ લેવા દ્વારા તારી નાડીઓનું શુદ્ધિકરણ કર. મારે આજે તને ૩ મન્ત્ર વિધિપૂર્વક આપવો છે. મારી પ્રસન્નતાથી અપાતે આ મ– તને શીઘ્ર ફળદાયી બનશે.”
આ સાંભળીને આનંદવિભોર બનેલો હું ગુરુદેવે જણાવ્યા મુજબ ટટાર બેસી ગયો. ત્રણ વખત શ્વાસ લીધો અને મૂકયો.
આ પ્રમાણે ત્રણ દીર્ધ શ્વાસોચ્છવાસની ક્રિયા પૂરી થઈ કે તરત જ મને એવો ભાસ થયો કે ગુરુદેવે પોતાની કઈ પરા-શક્તિથી મારા નાભિ સ્થાનમાં “અદની સ્થાપના કરી દીધી છે.
૯૮
Scanned by CamScanner