Book Title: Arihant Dhyan
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 104
________________ ગયો. અરે ! મારે મારા સ્વરૂપમાં લીન થવાનું છે. તે શું આ પળોમાં હું સ્વરૂપ–લીન નથી? અરે! પહેલાં મને એ તે કોક બતાડે કે મારું સ્વરૂપ શું છે? ' અરે! ભૂલ્યો....એ મારું સ્વરૂપ-ભાન પણ મારે જ કરવાનું છે. હું કોણ છું? તે મારે જ શોધી કાઢવાનું છે. પણ એ માટે તો મારે પરમ શાન્તિનું સ્થળ શોધવું પડશે. જ્યાં કઈ ન હોય, કશું જ ન હોય; સિવાય દેશ અને કાળ. હં....યાદ આવ્યું. જ્યાં સચરાચર વિશ્વનું કેઈ તત્ત્વ ન હોય એવું નિરવ સ્થળ તો એક જ છે. મારી પાસે... તે તેનું નામ છે બ્રહ્મરદ્ધ! ચિત્ર: ૪૨ વાતમાન બ્રહ્મરશ્નમાં બેસીને સ્વરૂપચિંતન આ વિચાર કરતાં જ મેં સંકલ્પ કર્યો કે મારે હમણાં જ બ્રહ્મરબ્રમાં પહોંચવું છે.... સંક૯૫ થતાંની સાથે જ તે પૂર્ણ થઈ ગયો. એક જ પળમાં હું મારી કોઈ અચિત્ય આત્મશક્તિથી બ્રહ્મરબ્રમાં પહોંચી ગયો. ત્યાં પદ્માસનસ્થ થઈ ગયો. હવે હું મારા સ્વરૂપનું ચિંતન કરવા લાગ્યો. ૧૦૨ Scanned by CamScanner

Loading...

Page Navigation
1 ... 102 103 104 105 106 107 108 109 110 111