________________
૬. આલંબનનું મહત્વ
#
R
આત્માના સ્વરૂપનું ધ્યાન એ જ સર્વોત્કૃષ્ટ ધ્યાન છે, પરંતુ એ ધ્યાન આપણે ધારીએ તેટલું સહેલું નથી.
એ ધ્યાનને આંબવા માટે પ્રથમ તે વાત્મવરૂપ જે પરમાત્મતત્ત્વ છે તેનું ધ્યાન જરૂરી બને છે.
પરમાત્માના ધ્યાનમાં લીન બનીને જ સ્વાત્માનું સ્વરૂપ ધ્યાન સિદ્ધ કરી શકાય. આ જ સરળ માર્ગ છે.
આથી જ જૈન દર્શનમાં પરમાત્માના આલંબનને ખૂબ મહત્તવ આપવામાં આવ્યું છે. પરમેષ્ઠિ – આલંબનથી મારું કલ્યાણ થાય છે. એ આલંબન પ્રત્યે જેને આદરભાવ જાગે છે તે આત્માનાં અનેક નિબીડ કમેને નાશ થઈ જાય છે. એથી એ આત્માની ધ્યાનારોહણની ધારામાં ક્યારે ય ભંગ પડતું નથી.
પરમાત્માનું આલંબન લઈને, તેમાં એકતા કેળવીને સ્વયં પરમાત્મરવરૂપ બનવાથી સ્વાત્મામાં પ્રચંડ પુણ્યવૃત્તિ અને પાપશુદ્ધિ થાય છે. એ ધ્યાનની પ્રત્યેક ક્ષણ સર્વ હિતકર પુણ્યની જનની અને સ્વઅહિતકર પાપવાસનાઓની હનની બની જાય છે.
આ વાત શીતલનાથ પ્રભુના રતવનમાં મહેપાધ્યાયજીએ કરી છે:
વિષય લગનકી અગનિ બુઝાવત, તુમ ગુણ અનુભવ ધારા; વાભાઈ મગનના તુમ ગુણ રસકી, કુણ કંચન કુણ દારા.
સ્વાત્મા જ્યારે ધ્યાનના અભેદથી પરમાત્મસ્વરૂપ બને ત્યારે તેનામાં વિશિષ્ટ કેટિને અતિશય પેદા થાય છે.
Scanned by CamScanner