Book Title: Arihant Dhyan
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 76
________________ [ S[અહિત દયની ! ૫. પ્રભુ વિર્યમય હતા; મારો આત્મા વીર્યમય બની ગયો. ૬. પ્રભુ નિર્વિકલ્પ સમાધિમય હતા; મારો આત્મા પણ નિર્વિકલ્પ સમાધિમય બની ગયો. છે. પ્રભુ પૂર્ણ સમાધિસ્વરૂપ હતા; મારો આત્મા પૂર્ણસમાધિરૂપ બની ગયો. આ સાતે ય અવસ્થામાંથી પસાર થતાં મેં જે ઝણઝણાટીઓ અનુભવી તેનું વર્ણન હું કેમે ય કરી શકે તેમ નથી. વિભાગ : ૪ ભગવાન સીમઘરસ્વામીજીના દર્શન અને સમવસરણમાં ગમન આવી ધન્યતામયી સ્થિતિ પામ્યા પછી મને જબૂદ્વીપના મહાવિદેહ ક્ષેત્રમાં બિરાજમાન પરમાત્મા સીમંધરસ્વામીજીના દર્શનાદિ કરવાની ઈચ્છા જાગી. મારા જીવનનું આ સેવિત-સ્વપ્ન હતું. બસ...જ્યાં મેં આ વિચાર કર્યો ત્યાં જ આકાશમાંથી એક દેવવિમાન મારી તરફ આવી રહેલું મેં જોયું મારાથી થોડે જ દૂર તે આવી ઊભું. હું તરત ત્યાં ગયે. વિમાનચાલક દેવાત્માએ કહ્યું, “આ પુણ્યાત્મા ચાલ.... તને મહાવિદેહક્ષેત્રમાં મૂકી દઉં.... તારી મન:કામના પૂર્ણ કરવા માટે જ હું અહીં આવેલ છું.” આ સાંભળતાં જ મારે હર્ષ નિરવધિ બની ગયો. Scanned by CamScanner

Loading...

Page Navigation
1 ... 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111