Book Title: Arihant Dhyan
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 78
________________ [ રહેતા ધ્યાના (0) = = = તે વખતે મને પ્રભુના આઠેય પ્રાતિહાર્યો [પ્રતિહારી -સેવક-નીજેમ સદા સાથે રહેનારી આઠ વસ્તુઓ] દેખાવા લાગી. પ્રભુની પાછળ અશોકવૃક્ષ જોયું. આકાશમાંથી દેવાત્માઓ દ્વારા થતી પુષ્પવૃષ્ટિ જોઈ દિવ્યધ્વનિ સંભળાતો હતો. બે ચામરો આકાશમાં સાથે જ આવી રહ્યા હતા. સિંહાસન પણ આકાશમાં સાથે આવતું હતું. પ્રભુની પાછળ તેજવર્તુળ સ્વરૂપ ભામંડલ હતું. આકાશમાં દુંદુભિ બજાવતા હતા. મસ્તક ઉપર ત્રણ છત્ર હતા. ચિત્ર : ૧૪ ચરણસ્પર્શ આવા અષ્ટ પ્રાતિહાર્યયુક્ત પરમાત્માનું દર્શન કરતાં કરતાં હું ઠેઠ પ્રભુની પાસે આવી ગયો અને મારા જીવનની એ અતિ ધન્ય પળે હું તે પરમાત્માના ચરણોમાં માથું મૂકી દઈને ઝકી ગયો ! અહો ! અહો! ચરણસ્પર્શની એ પળમાં મારો આનંદ! મારી સાડા ત્રણ ક્રોડ રોમરાજિઓ આનંદથી ઊભી થઈ ગઈ હતી. મારી સાતે ય ધાતુઓ અનંદમય બની ગઈ હતી. === == = ૭૬ Scanned by CamScanner

Loading...

Page Navigation
1 ... 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111