________________
આપ્તસૂત્ર
૪૯ ૪૪૭ “જ્ઞાની પુરુષ' મળે તો મોક્ષ થાય, નહીં તો કરોડો ઉપાય
મોક્ષ ના થાય. ઉપાયથી મોક્ષ ના થાય, ઉપયથી મોક્ષ થાય. ૪૪૮ સંસારમાં એક મિનિટ પણ સમાધિ ના રહે, ગમે તે ઉપાય
કરો તો ય. કાં તો અહંકારની મૂછમાં હોય કે માનના પ્રમાદમાં હોય. ગમે તેમાં પડી રહેલો હોય. એક ક્ષણ પણ સમાધિ થાય તો કામ કાઢી નાખે ! આને જ સર્વોત્કૃષ્ટ
શાંતરસ કહેવાય છે ! વીતરાગ !! ૪૪૯ જ્યાં સુધી સમાધિ માટે પ્રયાસ છે ત્યાં સુધી સમાધિ ગણાતી
નથી. ૪૫૦ સમાધિમાં દેહભાન જવું ના જોઈએ. પાંચે ય ઇન્દ્રિયોની
સંપૂર્ણ જાગૃતિપૂર્વકની સમાધિ રહેવી જોઈએ. નહીં તો ત્યાં
સુધી સમાધિ કહેવાય જ નહીં. ૪૫૧ ઊંચામાં ઊંચી સમાધિ કઈ ? સંપૂર્ણ જાગૃત. કેવળજ્ઞાન
એનો અર્થ શો ? સો ટકા જાગૃત. ૪૫ર જાગૃતિમાંથી “અનુભવ” થશે ને જાગૃતિમાંથી જ “કેવળજ્ઞાન'
થાય છે. ૪૫૩ આત્મા પ્રાપ્ત થયાની નિશાની શી ? ત્યારે કહે, જાગૃતિ,
નિરંતર જાગૃતિ. ૪૫૪ સંપૂર્ણ જાગૃતિ ક્યારે થાય ? અહંકારનો વિલય થાય ત્યારે. ૪૫૫ “પોતે શું કરી રહ્યો છે એનું ‘જાણપણું', એનું નામ જાગૃતિ. ૪૫૬ હું ચંદુભાઈ છું' એ વચગાળાની જાગૃતિ છે. એને ભાવનિદ્રા
કહી છે. સંપૂર્ણ જાગૃતિ એ સચ્ચી આઝાદી છે. પોતે જ
પરમાત્મા સ્વરૂપ થઈ ગયો ત્યાં ! ૪૫૭ ભાવનિદ્રામાં એટલે સ્વભાવમાં ઊંધ્યો છે. ને પેલી નિદ્રામાં
આપ્તસૂત્ર તો સ્વભાવમાં ય ઊંઘે છે ને પરભાવમાં ય ઊંઘે છે. ૪૫૮ એમ ને એમ સંસારહેતુ બંધાઈ જાય છે, તેને ભાવનિદ્રા
કહેવામાં આવે છે. ૪૫૯ જેને આ જગતનું સરવૈયું સમજાઈ ગયું હોય, તે નવરો જ
હોય. નહીં તો નવરો જ ક્યાંથી હોય ? આ ચોપડાનું સરવૈયું તો “ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ” પણ કાઢી આપે, પણ આ જગતનું સરવૈયું કોણ કાઢે ? એ તો કો'ક ફેરો “જ્ઞાની પુરુષ' હોય તે કાઢી આપે ! જ્યાં સુધી સરવૈયું ના નીકળે ત્યાં સુધી ધી
વર્લ્ડ ઈઝ ધી પઝલ ઈટસેલ્ફ ! ૪૬૦ આ સંસાર રુચતો ના હોય તો છટકવાનો રસ્તો લો. ને
સંસાર ગમતો હોય તો જે કરો છો તે માર્ગ પકડી રાખજો. ૪૬૧ આ સંસાર બહુ અઘરો ! સાસુ આવે, વડસાસુ આવે,
માસીસાસુ આવે, કાકીસાસુ આવે, ફોઈસાસુ આવે. કેટલી સાસુઓ થશે ?! ધણી એક ને સાસુઓ કેટલી થતી આવશે ?' મેર ગાંડી, અહીં તમારું શું કામ છે ? એક ધણી
સારુ, આટલી બધી ભૂતડીઓ ક્યાં વળગી ?! ૪૬૨ સંસાર આખો જાળસ્વરૂપ છે. નાયલોનની જાળમાંથી છૂટે
તો સૂતરની જાળમાં બંધાય. એ તો કોઈ છૂટેલો મળે તે જ
આપણને છોડાવે. ૪૬૩ દુનિયામાં ‘જ્ઞાની પુરુષ' સિવાય બીજી એકુંય હિતકારી વસ્તુ
જ ના હોય. ૪૬૪ હિતાહિતનું ભાન કોને કહેવાય ? આ લોક ના બગાડે ને
પરલોકે ય ના બગાડે તે. ૪૬૫ પોતાનું અહિત જ કરતો હોય, તે બીજાનું શું હિત કરે ? જે
પોતાનું હિત કરે, તે જ બીજાનું હિત કરી શકે.