Book Title: Aptasutra Full
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 197
________________ ૩૬૨૯ આપણને શુદ્ધાત્મામાં જ સુખ છે એવું યથાર્થપણે સમજાઈ જાય તો વિષયમાં સુખ ના રહે. ૩૬૩૦ જગતની સર્વ ચીજો અધોગામી છે. વીર્ય એકલું જ જો ધારે તો ઊર્ધ્વગામી થઈ શકે ! ૩૬૩૧ ‘સ્વવીર્ય’નું સ્ફુરાયમાન કરવું તે પરાક્રમ ! તે ૩૬૩૨ વિષયને જે જીતે, તેના પર ત્રણ લોકના નાથ રાજી થાય ! ૩૬૩૩ જેની વાણીથી કોઈને કિંચિત્માત્ર દુઃખ ના થાય, જેના વર્તનથી કોઈને કિંચિત્માત્ર દુઃખ ના થાય, જેના મનમાં ખરાબ ભાવ ના થાય, તે શીલવાન ! ૩૬૩૪ શીલમાં બ્રહ્મચર્ય આવી જાય એટલું જ નહીં, પણ તેની સાથે કોઈને કિંચિત્માત્ર દુઃખ ના થાય, જોતાં જ આનંદ થાય ! ૩૬૩૫ તમારું શીલ જોઈને જ સામામાં પરિવર્તન થાય ! શીલવાન બહુ ઊંચી વસ્તુ છે. આ સત્સંગ શીલવાન થવા માટે જ કરવાનો છે. બાકી, આત્મા મોક્ષસ્વરૂપ જ છે. જ્યારથી ‘સેલ્ફ રિયલાઈઝ' થયું ત્યારથી મોક્ષસ્વરૂપ જ છે, મોક્ષની શી ઉતાવળ છે ? શીલવાન પહેલું થવાનું. એનાં ગુણો ઉત્પન્ન થાય, તેનાથી જગતના બધા ફેરફાર થઈ જાય ! ૩૬૩૬ શીલવાન વગર વચનબળ ઉત્પન્ન ના થાય. ૩૬૩૭ સૌથી મોટામાં મોટી કમાણી ચારિત્રની છે. ચારિત્રનો ‘સ્ટ્રોંગ’ થઈ ગયો તો જગત જીતાઈ ગયું ! ૩૬૩૮ આ હક્કના વૈભવ ભોગવવા તે ઊર્ધ્વગતિ છે. અણહક્કનું વાપરવું તે અધોગિત છે. ૩૬૩૯ દેહ ડાહ્યો થયો, એનું નામ ‘વ્યવહાર ચારિત્ર.' આત્મા ડાહ્યો થયો, એનું નામ ‘નિશ્ચય ચારિત્ર.’ આત્મા ડાહ્યો થયો, તેનું નામ જ્ઞાતા-દ્રષ્ટા. પરમાનંદમાં જ રહે. બીજી કશી ભાંજગડમાં હાથ ઘાલે નહીં. ૩૬૪૦ ‘વ્યવહાર ચારિત્ર' કોને કહેવાય ? વીતરાગ માર્ગમાં હોય તેને. વીતરાગ માર્ગમાં હોય એટલે કે કોઈ ધર્મને પરાયો માનતો ના હોય, છતાં વીતરાગ ધર્મને પોતાનું ધ્યેય રાખતો હોય. વીતરાગોને માન્ય રાખે ને બીજા કોઈને અન્યાય ના કરે. કોઈ ધર્મ પર, કોઈના પર દ્વેષ ના રહે ત્યારે ‘વ્યવહાર ચારિત્ર' કહેવાય ! ૩૬૪૧ આત્માનું ચારિત્ર એટલે જ્ઞાતા-દ્રષ્ટા ને પરમાનંદમાં રહેવું તે. ૩૬૪૨ આ દેહમાં ક્રોધ, હર્ષ, શોક બધું જ ભરેલું છે. પણ તેમાં આત્મા તન્મયાકાર ના થાય ને પુદ્ગલનાં દરેક સંયોગોને પરપરિણામ જાણ્યું, એને સમ્યક્ ચારિત્ર કહેવાય ! ૩૬૪૩ બહાર સન્નપાત થયેલો હોય, તેનો વીતરાગોને વાંધો નથી. અંદર જ્ઞાતા-દ્રષ્ટા રહે છે કે નહીં એટલું જ જોવાનું. ૩૬૪૪ શાન-દર્શન-ચારિત્ર એ રૂપી નથી, અરૂપી છે. લોકો રૂપી ખોળે છે. પ્રત્યક્ષ દેખાતું ખોળે છે. જ્ઞાન-દર્શન-ચારિત્ર એ રૂપી નથી. ભગવાન વીતરાગોનું કહેલું રૂપી નથી, અરૂપી છે. જેને મોક્ષે જવું હોય, તેણે વીતરાગોનું કહેલું માન્ય કરવું પડશે ! ૩૬૪૫ ચારિત્ર પ્રગટ થયું છે તે કેવું છે, તેનું પ્રમાણ એ કે મહીં બળતરા કેટલી બંધ થઈ ! ૩૬૪૬ કષાયરહિત ચારિત્ર એ સમ્યક્ ચારિત્ર ને કેવળ ચારિત્ર એ છેલ્લું ચારિત્ર છે. ૩૬૪૭ કર્મો ખપે, નિર્જરા થાય, સંવર રહેતું હોય તો મોક્ષનો માર્ગ છે. અને સંવર ના રહેતું હોય તો આ બધે ચાલે છે એવો સામાન્ય માર્ગ છે, એમાં ખોટ નથી.

Loading...

Page Navigation
1 ... 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235