Book Title: Aptasutra Full
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 230
________________ ૪૧૬૪ પ્રકૃતિ તદન જડ નથી, ‘નિચેતન ચેતન' છે. નિચેતન ચેતન એટલે “ડિસ્ચાર્જ ચેતન છે. વસ્તુ ‘ચાર્જ કર્યા પછી ડિસ્ચાર્જ' એની મેળે જ થાય ને ? એમાં આપણે કશું કરવું પડે છે ? આ બધું “ઈફેક્ટિવ' છે. “ઈફેક્ટિવ’ શક્તિને હું નિશ્ચેતન ચેતન’ કહું છું? ૪૧૬૫ પુરુષ' અને પ્રકૃતિ સંકળાયેલાં નથી. બેઉ સામીપ્યભાવમાં છે. ‘પુરુષ' જ્ઞાનમય છે. પ્રકૃતિ બધું કરે છે. સામીપ્યભાવમાં એને પોતાના જ્ઞાનમાં વિભ્રમતા ઉત્પન્ન થાય છે કે “આ કોણે કર્યું? પછી “મેં કર્યું” કહેશે. જ્ઞાન બદલાય છે એટલે પ્રકૃતિ ઉત્પન્ન થાય છે. પોતે' વિશેષ ભાવમાંથી જ્ઞાન સ્વભાવમાં આવી જાય એટલે “પ્રકૃતિ' નાશ થઈ જાય ! ૪૧૬૬ “પુરુષ' પોતે આત્મારૂપ છે, ભગવાન જ છે પોતે. પણ બહારના દબાણથી પ્રકૃતિ ઊભી થઈ ગઈ ! આ બધું કોણ? આ બધું કોણે કર્યું ? “મેં કર્યું એ બધું ભાન ઉત્પન્ન થાય છે, તે વિશેષ ભાવ છે અને તેનાથી પ્રકૃતિ ઊભી થાય છે. ૪૧૬૭ “આ વિશેષભાવ શો છે ? પ્રકૃતિ કેવી રીતે એની મેળે ઊભી થાય છે ? આ બધું મેં જોયેલું છે. “હું” એ બધું જોઈને કહું છું. એટલે આ “વિજ્ઞાન” ખુલ્લું થાય છે. કોઈ ચીજનો કોઈ કર્તા જ નથી ને કર્યા વગર કશું થયું નથી !! ૪૧૬૮ લોખંડ દરિયા કિનારે મૂકી રાખીએ તો ફેરફાર થાય. આમાં લોખંડ કશું જ કરતું નથી. તેમ દરિયાની હવા પણ કશું જ કરતી નથી. હવા જ કરતી હોત તો બધાને કાટ આવત ! આ તો બે વસ્તુનો સંયોગ છે એટલે ત્રીજી વસ્તુ ઉત્પન્ન થાય છે. એ વિશેષ ભાવ છે. જે કાટ થાય છે તે પ્રકૃતિ છે. લોખંડ લોખંડના ભાવમાં છે, તે પ્રકૃતિ પ્રકૃતિના ભાવમાં. આ બંને છૂટાં પાડો તો પુરુષ પુરુષની જગ્યાએ ને પ્રકૃતિ પ્રકૃતિની જગ્યાએ. જ્યાં સુધી એકાકાર છે ત્યાં સુધી કાટ વધ્યા જ કરવાનો, વધ્યા જ કરવાનો.... ૪૧૬૯ મૂળ પુરુષને કશું જ થતું નથી. બહારના સંયોગોને લઈને આ વિશેષભાવ ઉત્પન્ન થયો છે. જ્યાં સુધી પુરુષ પોતાની જાગૃતિમાં ના આવે ત્યાં સુધી પ્રકૃતિ ભાવમાં જ રહ્યા કરે. પ્રકૃતિ એટલે પોતાના સ્વભાવની અજાગૃતિ ! ૪૧૭૦ બે સનાતન વસ્તુઓ ભેગી થવાથી બેઉમાં ‘વિશેષ ભાવ” ઉત્પન્ન થાય છે. એમાં બેઉના પોતાના ગુણધર્મો તો રહે જ છે, પણ વધારાના વિશેષ ગુણો ઉત્પન્ન થાય છે. છ મૂળ વસ્તુઓમાં જડ અને ચેતન બે સામીપ્યમાં આવે ત્યારે વિશેષ પરિણામ ઉત્પન્ન થાય છે. બીજાં ચાર તત્ત્વોને ગમે ત્યાં, ગમે તેવી રીતે સામીપ્યમાં આવે તો ય કશી જ અસર થતી નથી. ૪૧૭૧ સૂર્યનારાયણની હાજરીથી આરસના પથ્થર તપે, તેમાં મૂળ ધણી એમ માને કે પથરાનો સ્વભાવ ગરમ છે, એના જેવું આ વિશેષ પરિણામનું છે. સૂર્યનારાયણ આથમી જશે એટલે એ ખલાસ થવાનું. પથરા તો સ્વભાવે કરીને ઠંડા જ છે. એવી રીતે આત્મા ને પુદગલના સામીપ્યભાવથી ‘વિશેષ પરિણામ' ઊભું થયું, તેમાં અહંકાર ઊભો થયો. મૂળ જે સ્વાભાવિક પુદ્ગલ હતું, તે ના રહ્યું. ૪૧૭૨ બે વસ્તુઓ ભેગી થવાથી બન્નેના સ્વભાવમાં ફેર થતો નથી. પણ “અજ્ઞાન દશામાં ત્રીજો ‘વિશેષભાવ” ઉત્પન્ન થાય છે. જેમ આ ચોપડી અરીસા સામે ધરીએ તો ચોપડી તેનો સ્વભાવ બદલશે નહીં. ત્યારે શું અરીસો એનો સ્વભાવ બદલે છે ? ના. અરીસો તો પોતાના સ્વભાવમાં જ છે. પણ તેની સામે જાવ તો ‘તે' પોતાનો સ્વભાવ પણ બતાડે ને ‘વિશેષ ભાવ” પણ બતાડે, આ બહુ ઝીણી વાત છે. સાયન્ટીસ્ટોને જલ્દી સમજાય.

Loading...

Page Navigation
1 ... 228 229 230 231 232 233 234 235