Book Title: Aptasutra Full
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 229
________________ તેમાં સમાયો છે. ‘વ્યવસ્થિત’ સંયોગ ભેળા કરી આપે અને વડરૂપે પરિણમે સ્વભાવથી. ૪૧૫૩ વ્યવસ્થિત એટલે “સાયન્ટિફિક સરકમસ્ટેન્સિયલ એવિડન્સ.” એને આપણાં લોક “નેચર' - કુદરત કહે છે. જે જે સંયોગ ભેગા થાય, તે સૌ સૌના સ્વાભાવિક ભાવ બતાવી, ભેગા થઈને પાછાં નવી જાતના ભાવ બતાવે છે. એચ ટુ અને ઓ ભેગા થાય ને પાણી થાય ! એવું આ ભેળું થાય છે, વિખરાય છે. ખાવાનું-પીવાનું, પાછું સંડાસ જવાનું, આ બધું “સાયન્ટિફિક સરકમસ્ટેન્સિયલ એવિડન્સ' છે ! ૪૧૫૪ પુગલનો સ્વભાવ જ પ્રસવધર્મી છે. આ જગતમાં જે દેખાય છે, તે બધું પ્રસવધર્મી છે. આપણી આજુબાજુ અરીસાઓ ગોઠવ્યા હોય ને આપણે એક લાફો લગાવીએ તો ?! કેટલાંય દેખાય ! તેવો આ પુદ્ગલનો પ્રસવધર્મ છે. એનું મૂળ કારણ શું ? “સ્પંદન'. સ્પંદનથી અવાજ થાય છે અને અવાજથી આ બધું ઊભું થઈ જાય છે. ૪૧૫૫ વાવમાં જઈને બોલો કે ‘તું ચોર છે.’ તો શું મળે તમને? થોડી વાર પછી એ જ શબ્દ પાછાં મળશે. વાવનો દાખલો તમને સમજવા આપું છું. બાકી, જગત આખું સ્પંદન સ્વરૂપ છે. ૪૧૫૬ ‘વ્યવસ્થિત’ એટલે ‘અમે’ શું કહેવા માગીએ છીએ ? “તું” શા માટે “ઈગોઈઝમ” કરે છે ? તું શા માટે સ્પંદન કરે છે? આ મન-વચન-કાયા એ “વ્યવસ્થિત'ના તાબે છે, તેની પ્રેરણાથી જ એ ચાલી રહ્યાં છે ને તું કહે છે કે “મેં ચલાવ્યું...! ‘તું' તારા “સ્વરૂપમાં રહેને ! ૪૧૫૭ આ અંદન કેમ થાય છે ? ‘ચંચળ'માં ‘પોતે તન્મયાકાર થાય છે તેથી. ચંચળ અને તન્મયાકાર થનાર એમ બે જુદા છે. તન્મયાકાર થનાર છે એ સ્વભાવથી અચળ છે અને આ ‘ચંદુભાઈ” સચર છે. ‘તમે પોતે મૂળ સ્વરૂપે અચળ છો અને આ વચ્ચે જે છે તે તમારું “ઈગોઈઝમ’ છે. ૪૧૫૮ આ અરીસામાં હાથ ઊંચો-નીચો કરો તો શી પ્રક્રિયા થાય ! તેવી જ પ્રતિક્રિયા થાય. અને બધી જ પ્રક્રિયા બંધ કરવી હોય તો શું કરવું પડે ? જગત બંધ કરવું હોય તો આપણે અચળ થઈએ તો એ ય અચળ થઈ જ જાય ! આપણે અચળ જ છીએ. પણ આપણામાં અણસમજણથી ચંચળતા ઊભી થઈ ગઈ છે કે આ કોણ આવ્યું? ૪૧૫૯ આ જગત અરીસા જેવું જ થયું છે. આ આંખો એવી છે કે અરીસામાંથી જુએ છે અને એને પોતાની પ્રક્રિયા બધે દેખાય છે. પોતે પોતાની જ પ્રક્રિયામાં સપડાયો છે ! ૪૧૬૦ મન-વચન-કાયા, બુદ્ધિ-ચિત્ત-અહંકાર, આ જેટલો ચંચળ ભાગ છે તે બધો ‘વ્યવસ્થિત'ના તાબામાં છે, ને અચળ ભાગ એકલો આપણો ! અચળ સિવાય બધું ય વ્યવસ્થિત'ના તાબામાં છે. કારણ કે કશું “ચલાયમાન કરી શકીએ એવું ‘આપણા'માં છે નહીં. પણ ‘આ’ અજ્ઞાનતાથી પ્રતિષ્ઠા થયા કરે છે. પ્રતિષ્ઠા બંધ થઈ જાય એટલે મુક્તિ થઈ જાય. ૪૧૬૧ ‘પુરુષ’ અચળ જ છે, કાયમને માટે. અત્યારે પણ અચળ છે અને “પ્રકૃતિ' સચર છે. પ્રકૃતિ ‘મિકેનિકલ’ છે. માટે તેને ચંચળ કહ્યું. આ ‘મિકેનિકલ'પણું કોઈ દહાડો ય છૂટે નહીં. ‘તમારી’ જે ‘રોંગ બિલિફ' છે, તેનાથી ‘હું' પણાનો આરોપ થયો છે કે “આ હું છું.’ જે ‘તમે' નથી ત્યાં આરોપ કરવામાં આવ્યો છે. ૪૧૬૨ પ્રકૃતિ વિનાશી છે. ક્ષણે ક્ષણે આયોજન થઈ રહ્યું છે ને ક્ષણે ક્ષણે વિનાશ થઈ રહ્યો છે. ૪૧૬૩ પ્રકૃતિનું અસ્તિત્વ છે, પણ તે વિનાશી છે, ‘રિલેટિવ' છે. પુરુષનું અસ્તિત્વ છે, તે ‘રિયલ' છે, અવિનાશી છે.

Loading...

Page Navigation
1 ... 227 228 229 230 231 232 233 234 235