Book Title: Aptasutra Full
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 227
________________ ૪૧૧૯ સમજ જ્ઞાનમાં પરિણામ પામે એટલે વર્તનમાં પરિણામ પામે. ૪૧૨૦ સમજ કોને કહેવી ? જે જ્ઞાન જાણીએ ખરાં, પણ વર્તનમાં ના આવે, એ સમજ કહેવાય અને જે જ્ઞાન વર્તનમાં આવે, તે જ્ઞાન કહેવાય. ૪૧૨૧ અજ્ઞાનથી થયેલાં કર્મ તે “જ્ઞાનથી નાશ થાય. બાકી, બીજી કશી ક્રિયાઓથી ફેરફાર ના થાય. ૪૧૨૨ કર્મ એટલે શું? જ્યાં કોઈ બીજો કરતો હોય ને ત્યાં આપણે આરોપ કરીએ કે “હું કરું છું', એનું નામ કર્મ. ૪૧૨૩ આરોપિત ભાવ એટલે શું? જ્યાં તમે નથી ત્યાં આરોપ કરો છો કે “હું ચંદુભાઈ છું' તે અને જે છો તે જાણતા નથી. તમે ‘રિલેટિવ સ્વરૂપને પોતાનું સ્વરૂપ માનો છો. એ તમારું મૂળ સ્વરૂપ, ‘રિયલ' સ્વરૂપ નથી. “રિલેટિવ' સ્વરૂપથી કર્તા, ‘રિયલ' સ્વરૂપથી અકર્તા. ‘રિલેટિવ' સ્વરૂપથી સંસાર, રિયલ’ સ્વરૂપથી મોક્ષ. ૪૧૨૪ આ શરીર નથી, આ તો કર્મનું પોટલું છે તે જેવું પોટલું મળ્યું હોય તેવું ભટકાય ભટકાય કરે ! ૪૧૨૫ પ્રારબ્ધ કર્મ, સંચિત કર્મ ને ક્રિયમાણ કર્મ એ શું છે ? સંચિત કર્મ બધાં સૂક્ષ્મ છે, તન્ન સૂક્ષ્મ છે. સંચિતમાંથી જેટલું સ્થૂળરૂપે થાય છે એટલું પ્રારબ્ધ ગણાય. અને પ્રારબ્ધ થયા પછી ક્રિયમાણ કોને કહેવાય ? પ્રારબ્ધ ભોગવતી વખતે “આ હું કરું છું' એવું ભાન થાય છે, તેનાથી ક્રિયમાણ કર્મ ઉત્પન્ન થાય છે. ૪૧૨૬ જગત જેને કર્મ કહે છે તે કર્મ જ નથી, એ કર્મનાં પરિણામ ના બંધાય. ૪૧૨૮ કર્મનો પરિપાક થાય ત્યારે કર્મો ખરી પડે. ‘વીતરાગ ભાવ” થાય તો કર્મનો પરિપાક જલ્દી થઈ જાય ! આ તો લોકો “અહંકારે કરીને કર્મનો પરિપાક થવા દેતા નથી ! ૪૧૨૯ ‘જ્ઞાની” આ દેહની બહાર રહીને જોયા કરે છે કે વાળ હાલે છે, મન શું કરે છે, ચિત્ત-અહંકાર શું કરે છે, બુદ્ધિ શો ડખો કરે છે ? એ બધું ‘જ્ઞાની' જુએ ! ૪૧૩૦ ‘જ્ઞાની' સકામ કર્મય કરતાં નથી ને “નિષ્કામ કર્મ' ય કરતાં નથી. સકામ કર્મ' કરો તો બંધન ને “નિષ્કામ કર્મ' કરો ત્યાં ય બંધન છે ! જ્યાં કંઈ પણ કરવાની લાગણી છે ત્યાં બંધન છે ! ૪૧૩૧ ત્રણ પ્રકારની ચેતના : ૧. કર્મ ચેતના - “હું કંઈક કરું છું' એ આરોપિત ભાવ, એ કર્મ ચેતના. ૨. કર્મફળ ચેતના - કર્મ ચેતનાનું ફળ આવે ત્યારે એ રડેહસે, એ કર્મફળ ચેતના. ૩. શુદ્ધ ચેતના - ‘પરમાત્મા સ્વયં! ૪૧૩૨ પરસ્પર અસમાધાન થાય, પણ એમાં કર્તાપણું ના હોય તો કર્મ ના ચોંટે, કર્તા થાય તેને કર્મ બંધાય. ૪૧૩૩ કર્મનો કર્તા મટી ગયો, ત્યારથી નિર્વિકલ્પ દશા ! ૪૧૩૪ કર્તાપદ એ જ ભ્રાંતિપદ છે. એ અશુભ કરો કે શુભ કરો, બેઉ ભ્રાંતિ છે. એક સોનાની બેડી ને એક લોખંડની બેડી ! ૪૧૩પ જ્યાં કર્તાભાવ છે ત્યાં પરધર્મ છે. પરધર્મનું ફળ છે સંસાર. ૪૧૩૬ જ્યાં સુધી ‘તમે કરો છો ત્યાં સુધી ભ્રાંતિમાં છો. ત્યાં સુધી ૪૧૨૭ કર્મ કરો છતાં કર્મ ના બંધાય એવું ‘વિજ્ઞાન” જાણો તો કર્મ

Loading...

Page Navigation
1 ... 225 226 227 228 229 230 231 232 233 234 235