________________ 4230 અત્યારે તમે સંસારની સન્મુખ થયેલા છો અને “જ્ઞાનીથી વિમુખ થયેલા છો. જ્યારે “જ્ઞાની'ની સન્મુખ થશો ત્યારે સંસાર છૂટશે ! 4231 જેમ કમળ અને પાણીને કોઈ ઝઘડો નથી, તેમ સંસાર અને જ્ઞાનને કોઈ ઝઘડો નથી. બેઉ જુદાં જ છે. પણ માત્ર ‘બિલિફો' જ રોંગ છે. તે જ્ઞાની પુરુષ' “રોંગ બિલિફ' ‘ફ્રેકચર' કરી આપે, ત્યારે સંસાર છૂટે. જ્ઞાનાકાર થઈ જાય, તે ચોંટતું નથી. પણ ત્યાં તે રૂપ, તદ્રુપત થઈ જાય છે તેનો વાંધો છે. ત્યાં તે છૂટે શેનાથી ? તે તદ્રુપ શેનાથી થાય છે ? માન્યતાથી. ખરી રીતે તદ્રુપે ય નથી થતો પણ “રોંગ માન્યતાઓથી તદ્રુપતા ભાસે છે. માન્યતા સવળી થાય ત્યારે તે પોતાના અસલ સ્વરૂપમાં જ હોય. 4226 બે જાતનાં શેય અવસ્થા સ્વરૂપે છે. અને એક તત્ત્વ સ્વરૂપે ય છે. તત્ત્વ સ્વરૂપનું હજી તમને ના સમજાય. (1) જ્ઞાતાભાવ શેયભાવે દેખાય ત્યારે પોતાના સ્વભાવમાં સમાવેશ પામે. (2) શેયમાં મમત્વપણું હતું તે છૂટયું અને શેય શેય સ્વરૂપે દેખે તેમ તેમ આત્મપુષ્ટિ થાય. જ્યારે તત્ત્વ સ્વરૂપે આ આત્મા દેખાશે ત્યારે બધાં જ બાકીનાં તત્ત્વો દેખાશે. ખરો શેય તત્ત્વ સ્વરૂપે છે અને તત્ત્વ સ્વરૂપે જ્ઞય ‘કેવળ જ્ઞાન' વગર ના દેખાય. પણ શ્રદ્ધામાં આવે એટલે કેવળ જ્ઞાનમાં આવે જ. જ્ઞાતાભાવ ખેંચાઈ ગયો એટલે Extract ખેંચાઈ ગયો. 4227 “આપણે” જ્ઞાતા-જોયના સંબંધમાં આવ્યા ત્યારથી ય ચોખ્ખાં થતાં જ જાય. જે શેયનો નિકાલ થઈ ગયો એ ફરી નહીં આવવાનું. કારણ કે એ ચોખ્ખાં થઈને નિકાલ થયાં. એટલે તત્ત્વસ્વરૂપે થઈ ગયાં ! 4228 આ “અક્રમ વિજ્ઞાનનું સૈદ્ધાંતિક સ્વરૂપ છે. બિલકુલ અવિરોધાભાસ સિદ્ધાંત એને કહેવાય. જ્યાંથી પૂછો ત્યાં સિદ્ધાંતમાં જ પરિણમે. કારણ કે સ્વાભાવિક જ્ઞાન છે આ ! 4229 પ્રકૃતિનો એક પણ ગુણ “શુદ્ધ ચેતન'માં નથી, ‘શુદ્ધચેતન'નો એક પણ ગુણ પ્રકૃતિમાં નથી. સામિપ્ય હોવાથી ભ્રાંતિથી એકરૂપ લાગે છે અને તેનાથી જગતની અધિકરણ ક્રિયા થાય છે.