________________
૪૦૯૯ સાચો પ્રેમ બહાર ખોળે, પણ એ ક્યાંય ના મળે ત્યારે આત્મા
પ્રગટ થાય.
૪૧૦૦ આત્મા માન્યો. મનાય તેવો નથી. જેમ આ પુદ્ગલ અનુભવમાં આવે તેવું છે તેમ આત્મા અનુભવમાં આવે તેવો
છે !
૪૧૦૧ અહંકારનો અમલ ઊતરે તો આત્માનો અનુભવ થાય. ૪૧૦૨ રિયલને જાણે તે ‘જ્ઞાની’ ! પણ રિયલનાં અંગે જે બધું જાણે તે ‘અનુભવ જ્ઞાની’ !
૪૧૦૩ એક ક્ષણવાર પણ સંસારમાં રહે નહીં તે ‘જ્ઞાની’. જે દેહમાં જેટલો રહે તેટલો અહંકાર રહે ને ! જ્યારે ‘અમે’ તો વીસ વરસથી દેહમાં રહ્યા નથી.
૪૧૦૪ પોતે તો અનંતકાળથી વીતરાગ જ હતો. ક્યારેય પોતાના
ગુણધર્મ બદલ્યા જ નથી. ‘જ્ઞાની પુરુષ’ બન્નેને છૂટા પાડી આપે, તો દરઅસલ આત્માનો અનુભવ થાય. એક પણ અનાત્માનું પરમાણુ આત્મામાં હોય ત્યાં સુધી અનુભવ ના
થાય !
૪૧૦૫ પોતે પોતાના ‘સેલ્ફનું રિયલાઈઝ’ કર્યું તે સાક્ષાત્કાર ! ૪૧૦૬ આત્મસાક્ષાત્કાર થાય ત્યારે પ્રત્યક્ષ ભક્તિ થઈ કહેવાય. ૪૧૦૭ ‘હું જ શિવ છું’ એવું ભાન થવું જોઈએ, એનું નામ અનુભૂતિ. ‘હું શુદ્ધાત્મા છું' એવું ભાન થવું જોઈએ, એનું નામ અનુભૂતિ.
૪૧૦૮ અનુભૂતિ થતાં સુધી ભગવાનની પરોક્ષ ભક્તિ કરવી સારી. તેનાથી આપણે આ ભૌતિક સુખો મળે, આગળ આગળ અધ્યાત્મનો રસ્તો જડતો જાય, પણ ત્યાં અનુભૂતિ ના હોય અનુભૂતિ તો, જીવ-શિવની ભેદબુદ્ધિ ટળે, ત્યારે અનુભૂતિ
કહેવાય.
૪૧૦૯ આ જગતના બધા જ અનુભવ થાય પછી જ ‘આત્મતત્ત્વ'ની પ્રાપ્તિ થાય.
૪૧૧૦ જે જ્ઞાનથી સંસાર છૂટી જાય એ આત્મજ્ઞાન કહેવાય અને એ જ્ઞાન વપરાય તે ઘડીએ પ્રજ્ઞા કહેવાય.
૪૧૧૧ અમારી વાણી તમે સાંભળો તે ધારણ કોણ કરે ? આત્મા ? ના, આત્મા ધારણ ના કરી શકે. પ્રજ્ઞા અને સમ્યકત્વ, આ બે ધારણ કરાવે છે. ક્ષાયક સમકિત ધારણા સ્વચ્છ રાખે ને પ્રજ્ઞા ધારણ કરે. સંસારમાં ધારણ અહંકાર કરે.
૪૧૧૨ પ્રજ્ઞા શક્તિ ગમે તે રસ્તે મોક્ષે લઈ જાય. અજ્ઞા શક્તિ ય એવી ભારે કે ગમે તે રસ્તે સંસારમાં રખડાવે.
૪૧૧૩ પ્રજ્ઞા શક્તિ તો શું કહે છે ? ચેત અને જો. બીજું કશું ડખો કરવાની જરૂર નથી.
૪૧૧૪ પ્રજ્ઞા એ આત્માની પ્રતિનિધિ છે. આત્માનો ‘પાવર ઓફ એટર્ની' એની પાસે છે.
૪૧૧૫ ‘રિયલ’ - ‘રિલેટિવ' એ પ્રજ્ઞા જુએ છે, આત્મા જોતો નથી.
પ્રશા જુએ એટલે એ આત્મા ખાતે જ ગયું. જગતના લોકો જુએ એ અજ્ઞા જુએ છે, એટલે એ અહંકારના ખાતે ગયું. બેઉના જોવા-જાણવામાં ફેર છે. પેલું ઈન્દ્રિયગમ્ય છે ને આ
અતીન્દ્રિયગમ્ય છે.
૪૧૧૬ જે વર્તનામાં રખાવે છે તે આત્મા છે અને જે શ્રદ્ધામાં રખાવે છે તે પ્રજ્ઞા છે. વર્તન એટલે ચારિત્ર.
૪૧૧૭ સમજ એટલે દર્શન.
૪૧૧૮ સાચી સમજ ક્યારેય ભૂંસાય નહીં.