Book Title: Aptasutra Full
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 206
________________ વિનાશીની ચિંતા કરવાની હોય નહીં. ૩૭૮૪ પુદ્ગલ જોડે એકતા કરી એટલે પુદ્ગલ વિનાશી છે તો ‘આપણે’ ય વિનાશી થવું પડે. ‘પોતે’ જો પુદ્ગલથી જુદો રહે તો અવિનાશી છે, પોતાનું અમરત્વ માલૂમ પડી જાય. કર્તાપણાના ભાનથી પુદ્ગલ જોડે એકતા થઈ જાય છે. ૩૭૮૫ વિનાશી વસ્તુની મુદત હોય, અવિનાશી વસ્તુની મુદત હોય નહીં. વિનાશીને વિનાશી સમજનારો ‘અવિનાશી' હોય ! ૩૭૮૬ ચૈતન્ય અવિનાશી છે ને અચેતન પણ અવિનાશી છે, પણ ચૈતન્ય તત્ત્વ સ્વરૂપે જાણવાનું, ને તત્ત્વ સ્વરૂપે અવિનાશીપણું સમજવાનું છે ! ૩૭૮૭ ચેતનમાં હલનચલન કરવાનો ગુણ જ નથી. આત્મા હલનચલન કરે તો તે થાકી જાય, તેને સૂઈ જવું પડે. એટલે એનો ‘એન્ડ’ (અંત) આવી ગયો કહેવાય ! આત્મામાં બોલવાનો ગુણ નથી. બોલવાનો ગુણ હોય તો તો બોલી બંધ થઈ જાય. આત્માના ગુણ તો ‘પરમેનન્ટ' હોય. આ ‘ટેમ્પરરી’ ગુણ, ‘રિલેટિવ’ ગુણ એ ‘રિલેટિવ આત્મા’ના છે. ‘રિયલ આત્મા’ ને ‘રિલેટિવ’ આત્મા બે છે. ૩૭૮૮ જગતમાં ઉપાદાન બધાં બહુ જાતનાં છે. પણ છેલ્લામાં છેલ્લું ઉપાદાન, મોક્ષનું ઉપાદાન પોતાનું સ્વરૂપ શુદ્ધાત્મા છે ! ૩૭૮૯ આત્માનો ખરો અર્થ ‘સેલ્ફ’ - સ્વજાતિ છે. ૩૭૯૦ (૧) ધર્માધર્મ આત્મા - અધર્મને ધક્કા મારે ને ધર્મને સંઘરે, એ સંસારફળ આપે. (૨) જ્ઞાનઘન આત્મા - એટલે ‘રિયલ અને રિલેટિવ'નું જ્ઞાન હોય તે. (૩) વિજ્ઞાનઘન આત્મા - એટલે એબ્સોલ્યૂટ (કેવળ). અમે ‘વિજ્ઞાનઘન આત્મા’માં બેઠેલા છીએ. ૩૭૯૧ આત્મા પોતે જ પરમાત્મા છે. એ તપ સ્વરૂપ નથી, જપ સ્વરૂપ નથી. આ બીજી બધી કલ્પનાઓ છે. ‘સ્વરૂપનું ભાન' થાય ત્યાર પછી જ આ બીજા બધા સંયોગો બંધ થઈ જાય. ૩૭૯૨ જે બધું જોવામાં આવે છે તે બધી અધાતુની ક્રિયા છે. જો ધાતુની ક્રિયા જોવામાં આવે તો ધાતુ શું છે તે સમજાય. ૩૭૯૩ ક્રિયાઓમાં જ્ઞાન હોતું નથી, ને શાનમાં ક્રિયા હોતી નથી. બન્નેય જુદા સ્વભાવનાં છે ! ૩૭૯૪ જેટલાં પ્રકારના જીવો છે, તેટલાં આત્મા છે, દરઅસલ આત્મા છે ! આ જે દેખાય છે તે એકુંય આત્મા ન હોય. આ બધા ‘મિકેનિકલ’ આત્મા છે. એ સાચું ચેતન નથી. ‘ડિસ્ચાર્જ’ ચેતન છે ! ૩૭૯૫ અમે ‘ડિસ્ચાર્જ’ થતી વસ્તુઓને ટેકો ના આપીએ. તમે ડિસ્ચાર્જ થતી વસ્તુઓને ટેકો આપો છો. તે ટેકો આપવાથી ફરી ‘ચાર્જ’ થાય છે. એ ‘ચાર્જ’ થાય છે એ જ સંસારની અધિકરણ ક્રિયા છે ! બહુ ગૂઢ ‘સાયન્સ' છે આ ! આ ‘સાયન્સ’ બધું આપણે સમજવું તો પડશે ને ?! ૩૭૯૬ અહંકારની હાજરીથી નિરંતર ‘ચાર્જ' થયા જ કરે છે. ‘આ મેં કર્યું’ બોલે કે ‘ચાર્જ’ થયું ! ‘આ વીંટી મારી' બોલ્યો કે ‘ચાર્જ’ થયું ! ૩૭૯૭ જડમાં ‘મમત્વ ચેતન’ છે, જીવમાં ‘અહંકાર ચેતન' છે ! ૩૭૯૮ આત્માની અવસ્થાને જીવ કહ્યો, ને પરમેનન્ટ’ એ આત્મા છે. જીવે-મરે એ જીવ ! જેને ‘જીવવું છે’ એવું ભાન છે, ‘હું મરી જઈશ' એવું ય ભાન છે, એ અવસ્થાને જીવ કહ્યો ! ૩૭૯૯ આ ચંદ્રમા બીજ, ત્રીજ........ પૂનમ દેખાય છે તે શું છે ? એ એનાં ‘ફેઝિઝ’ (અવસ્થાઓ) છે ! ચંદ્ર તો તેનો તે જ છે !

Loading...

Page Navigation
1 ... 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235