Book Title: Aptasutra Full
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 210
________________ ૩૮૫૧ આ વીતરાગોના “સાયન્સ'ની બહુ ઊંચી શોધખોળ છે ! કેવું ગૂઢાર્થ ?! અત્યંત ગુહ્ય !!! આ ‘રિયલ” ને આ ‘રિલેટિવ” એનો ભેદ પાડવો, તે “જ્ઞાની પુરુષ' સિવાય બીજા કોઈનું કામ જ નહીં ને ?! ૩૮૫ર આખા જ્ઞાનનું સરવૈયું શું કહે છે? જો તું ‘રિયલ’ જાણીને બેઠો હોય તો, ‘રિલેટિવ' તો “સાયન્ટિફિક સરકમસ્ટેન્સિયલ એવિડન્સ' છે. માટે તું જોયા કર. કશું જ તું કરીશ નહીં. જે થતું હોય તે થવા દે. જે ના થતું હોય, તે ના કરીશ. માત્ર જોયા કર. ૩૮૫૩ તમામ ક્રિયામાત્ર ‘પરસત્તા' છે. ક્રિયામાત્ર ને ક્રિયાવાળું જ્ઞાન પણ પરસત્તા છે. જે જ્ઞાન અક્રિય છે, જ્ઞાતા-દ્રષ્ટા, પરમાનંદી છે, જે આ તમામ ક્રિયાવાળા જ્ઞાનને જાણે છે, તે આપણી સ્વસત્તા” છે, તે “શુદ્ધાત્મા” છે. ૩૮૫૪ “મૂળ ‘આ’ ‘લાઈટ' છે' પણ જગતના લોકોએ કહ્યું, ‘તમે ચંદુભાઈ છો’ ને તમે ય માની લીધું કે “હું ચંદુભાઈ છું' ! એટલે “ઈગોઈઝમ' ઊભો થયો. એ “ઈગોઈઝમ' મૂળ લાઈટનો ‘રિપ્રેઝન્ટેટિવ થયો ! અને એ ‘રિપ્રેઝન્ટેટિવ'ના ‘લાઈટથી જોયું, તે બુદ્ધિ થઈ ! ૩૮૫૫ આ ‘લાઈટ' છે, તેનું આખી રૂમમાં અજવાળું છે, પણ લાઈટ' તે ત્યાંની ત્યાં જ છે. એવી રીતે વિશ્વમાં અજવાળું કરે છે ભગવાન પણ ભગવાન ભગવાનની જગ્યાએ છે ! ૩૮૫૬ એક આત્મા છે ને બીજો અહંકાર છે. જેને સાંસારિક પગલિક વસ્તુ જોઈતી હોય, તેણે અહંકારનું ‘બટન' દબાવવું. ને જેને આત્માનું સુખ જોઈતું હોય, તેણે આત્મભાવનું બટન' દબાવવું! ૩૮૫૭ તમારું ચિત્રામણ કરનારાં તમે જ છો. આ તમારું ચિત્રામણ કોઈએ કર્યું નથી. ભગવાન તો મહીં બેઠેલા છે. જ્યાં સુધી ‘તમે તમારા સ્વરૂપને નહીં ઓળખો, ત્યાં સુધી “ભગવાન” જુદો છે. અને “સ્વરૂપને ઓળખશો તો ‘તમે' પોતે જ ભગવાન” છો ! જ્યાં સુધી “સ્વરૂપને ના ઓળખો ત્યાં સુધી ‘તું હી, તું હી' કરવું પડશે અને “સ્વરૂપને ઓળખ્યા પછી હું હી હું હી’ કરવું પડે ! બધે “હું જ ' ! ૩૮૫૮ સંસાર જે દોષથી ભરેલો છે તે વસ્તુઓના સંસર્ગદોષથી છે ! એ સંસર્ગદોષથી “જ્ઞાની પુરુષ' જુદું પાડી આપે. પછી બન્ને પોતપોતાના ગુણને ભજે. જેમ આ ચકલી અરીસામાં ચાંચો માર માર કરે, તે કાળ પાકે એટલે બંધ થઈ જાય. તેમ અરીસાનો સંસર્ગદોષ લાગવાથી મહીં તમારા જેવાં જ બીજા ‘પ્રોફેસર' દેખાય છે ને ?' ૩૮૫૯ અહીં અરીસાભુવન હોય ને તે આપણે એકલાં ઊભાં હોઈએ તો દોઢસો દેખાય. એવું આ જગત છે. આ તો વિકલ્પ કરે એટલે દેખાયું. વિકલ્પ કર્યો કે દેખાયું, વિકલ્પના પડઘા પડે ૩૮૬૦ આ અરીસો તો મોટામાં મોટું સાયન્સ છે ! આત્માનું ફિઝિકલ’ વર્ણન કરવું હોય તો અરીસો જ એક સાધન છે ! ૩૮૬૧ હોળી જોવાથી આંખ ના દાઝે. તેમ આ જ્ઞાન જ્ઞાનમાં રહે છે ! જ્ઞાન દઝાતું જ નથી. એ દેવતામાં પડે તો ય દઝાય નહીં, ગરમ ના થાય, કાદવમાં પડે તો ખરડાય નહીં, વાંદરાની ખાડીમાં પડે તો ગંધાય નહીં ' કાદવ અડે જ નહીં ! આ ખાડીમાં ‘ગાડી'નું ‘લાઈટ’ જાય તો ‘લાઈટ' કાદવવાળું થાય ? ‘લાઈટ' ગંધાય ? ના. તેમ જ્ઞાનનું છે. સ્પર્શ, પણ ખરડાય નહીં ! ૩૮૬૨ દેહથી આત્મા જુદો જ છે. ગધેડામાં ય આત્મા જુદો છે. એકાકાર કશું થયું જ નથી. “રોંગ બિલિફ’ને લીધે તન્મયાકાર

Loading...

Page Navigation
1 ... 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235