Book Title: Aptasutra Full
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 215
________________ ‘સ્વભાવ દશામાં’ કરી નાખે, સ્વભાવ સન્મુખ કરી નાખે. ‘સ્વભાવ સન્મુખદશા’ને આત્મજ્ઞાન કહેવાય ! ત્યાર પછી ક્રોધ-માન-માયા-લોભ ભૂગર્ભમાં જતાં રહે. ૩૯૧૯ જ્યાં સુધી ‘પ્રત્યેક ભાવ' છે ત્યાં સુધી આત્મા પ્રત્યેક છે, ને ‘સ્વભાવ-ભાવ’ છે ત્યાં સ્વભાવે કરીને એક છે. ૩૯૨૦ આત્મા ભાવે ય નથી કરતો ને અભાવે ય નથી કરતો. આત્મા સ્વભાવમય જ છે ! ૩૯૨૧ તેથી આ ‘અક્રમ વિજ્ઞાન' એવું છે કે એ બહાર કશામાં હાથ જ ઘાલતું નથી. એ તો કહે છે, તું તારા ભાવમાં, સ્વભાવમાં આવી જા. ૩૯૨ ૨. આત્મા તો તેનો તે જ રહે છે, પણ ખાલી ‘બિલિફ’ બદલાય છે, દ્રવ્ય નથી બદલાતું. ૩૯૨૩ આ રૂપી તત્ત્વ, પુદ્ગલ તત્ત્વને લઈને આ જગત ઊભું થયું છે ! રૂપી તત્ત્વ જ મૂંઝવે છે ! રૂપી તત્ત્વ આત્માની ‘બિલિફ’ બદલાવે એવું થઈ ગયું છે. આત્મા બદલાતો નથી. ‘કલ્પ’નાં વિકલ્પ થયા. ‘બિલિફ’ જ આ બધું શરીર તૈયાર કરે છે. એમાં ‘બિલિફ' કામ કરતી નથી, એ ‘બિલિફ’થી પરમાણુ ખેંચાય છે. અને પરમાણુ પોતે સ્વાભાવિક રીતે ક્રિયાકારી થાય છે. આંખ-કાન-નાક-દેહ બધું સ્વાભાવિક રીતે થાય છે. ૩૯૨૪ એટલું બધું ગૂઢ ‘સાયન્સ’ છે કે તમે એક ખરાબ વિચાર કરો કે તરત જ આ બહારના પરમાણુ મહીં ખેંચાય છે અને તેનો જેવો હિસાબ બેસે તેવાં જ ફળ આપીને જાય. બહારથી કોઈને ફળ આપવા આવવું પડતું નથી. બહાર ફળ આપનારો કોઈ ઈશ્વર છે જ નહીં ! ૩૯૨૫ ખરાબ ભાવ કર્યો કે પરમાણુ એવાં ખરાબ મહીં આવે કે જે કડવાં ફળ આપે. સારો ભાવ કર્યો તે મીઠાં ફળ આપે અને ભાવાભાવ ના કર્યો, ‘હું શુદ્ધાત્મા છું' થઈ ગયો, તો કર્તા બંધ થઈ ગયો. પછી જૂનાં ફળ આપીને ચાલ્યાં જાય ને નવાં ફળ ના આવે. પરમાણુ જ બધું કરી રહ્યાં છે. ૩૯૨૬ પુદ્ગલ એકલામાં જ ક્રિયાવી શક્તિ છે. પુદ્ગલ એકલું જ સક્રિય છે. બીજાં પાંચ તત્ત્વોમાં ક્રિયાવી શક્તિ નથી. પુદ્ગલની ક્રિયાવી શક્તિને લીધે આ બધા આકાર થઈ જાય છે. ૩૯૨૭ પુદ્ગલનો પૂરણ-ગલન સ્વભાવ જ છે. પૂરણ થાય ને એનું એ જ પાછું ગલન થાય. બરફ પડતો હોય ને મહાવીરની મૂર્તિ જેવું દેખાય, પછી પાછું ગલન થઈ જાય. ૩૯૨૮ જ્યાં ચેતન નથી ત્યાં ય પુદ્ગલની ક્રિયા હોય. લાકડું પડ્યું હોય તે સડ્યા જ કરે. પુદ્ગલ સ્વભાવથી જ ક્રિયાવાન છે. ૩૯૨૯ આત્માને ક્રિયાવાન કહ્યો, ત્યાંથી જ ભ્રાંતિ ઊભી થઈ ગઈ ! ૩૯૩૦ સ્વાભાવિક આત્મા કેવો છે ! ‘અક્રિય છે.’ શરીરમાં ય એ સ્વાભાવિક જ છે. જરાય વિભાવિક થયો નથી. આત્મામાં વિભાવિક થવાની શક્તિ જ નથી. જે ‘મેં’ આત્મા જોયો છે, તેમાંથી કોઈ દહાડો ફેરફાર થયેલો મેં જોયો નથી. ૩૯૩૧ જ્ઞાનક્રિયા ને દર્શનક્રિયા એ આત્માની સ્વાભાવિક ક્રિયા કહેવી હોય તો કહેવાય. બીજાં દ્રવ્યો ય પોતાની સ્વાભાવિક ક્રિયામાં હોય. ૩૯૩૨ મન-વચન-કાયા સહજ સ્વભાવે ક્રિયાકારી છે. તે બધું કર્યા જ કરે છે ને સહજ સ્વભાવે આત્માનું જ્ઞાન-દર્શન ક્રિયાકારી છે. આ બધી વસ્તુઓ પડી હોય તો તેને આત્મા સહજ સ્વભાવે જોયા જ કરે, જાણ્યા જ કરે !

Loading...

Page Navigation
1 ... 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235