Book Title: Aptasutra Full
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 219
________________ છે લોકો ! વ્યવહાર એટલે “સુપર ફલુઅસ’! ૩૯૭૮ પરમાર્થના પ્રતિપાદન કર્યા સિવાય જે વ્યવહાર કરવામાં આવે છે તે સંસાર વધારનાર છે ! જે વ્યવહાર નિશ્ચયનું પ્રતિપાદન ના કરે, તે વ્યવહાર, વ્યવહાર કહેવાય નહીં ! ૩૯૭૯ જ્યાં સુધી યોગ છે, ત્યાં સુધી વ્યવહાર રહે જ. જ્યાં યોગ નથી રહેતો, ત્યાં નિશ્ચય જેવું પછી છે જ નહીં ! ૩૯૮૦ આત્માએ કોઈ વિષય ભોગવ્યો જ નથી. આત્મા વિષય ભોગવી શકે જ નહીં. ત્યારે અમે ય વિષય ભોગવતો નથી. અહમ્ એવી સૂક્ષ્મ વસ્તુ છે કે વિષય ભોગવી જ ના શકે. ફક્ત “ભોગવ્યું'નો અહંકાર કરે ! “મેં ભોગવ્યું', “મેં તો ભોગવ્યું નહીં' એવો ખાલી અહંકાર કરે છે. ૩૯૮૧ અહંકાર આ બધું ભોગવે છે. અહંકારને આમાં ‘ટેસ્ટ’ શાથી પડ્યો ? અહંકારે ભાવના કરી હતી કે આ જોઈએ છે. એ પ્રાપ્ત થયું એટલે આનંદમાં આવી ગયો એ ! આનંદમાં આવ્યો એટલે એને પછી મસ્તી લાગે ! બાકી, બધી ભાંજગડ જ અહંકારની છે. મન-બુદ્ધિ-ચિત્ત તો ખાલી “હેલ્પર' જ છે એને ૩૯૮૬ આજે જે દ્રષ્ટિ તમને છે, તે દ્રશ્યને જ જુએ છે. અંદર મુરલીવાળા કૃષ્ણ દેખાય છે, તે દ્રશ્ય છે. દ્રષ્ટા દેખાય નહીં. દ્રષ્ટિ દ્રષ્ટામાં પડે, એક ક્ષણવાર પણ પડે તો ભ્રાંતિ રહે નહીં, ઉકેલ આવે. ૩૯૮૭ દ્રષ્ટિ દ્રષ્ટામાં ક્યારે પડે? સ્વરૂપને જાણે ત્યારે જ. એ ‘જ્ઞાની પુરુષ' સ્વરૂપની ઓળખાણ કરાવી આપે. ૩૯૮૮ દ્રષ્ટિ દ્રષ્ટામાં પડે અને જ્ઞાન જ્ઞાતામાં પડે ત્યારે “નિર્વિકલ્પ સમાધિનું સુખ આવે ! ૩૯૮૯ જ્યાં સુધી સાધનોનું અવલંબન છે ત્યાં સુધી સવિકલ્પ સમાધિ. “નિર્વિકલ્પ સમાધિ’ એટલે વિકલ્પ કોઈ પ્રકારનો નહી. ૩૯૯૦ જે નિર્વિકલ્પપદને આપે કે એ પદની નજીક લઈ જાય, એ શુદ્ધ વિકલ્પ. નહીં તો બીજા વિકલ્પોનો પાર જ આવે એવો નથી. ૩૯૯૧ પોતે વિકલ્પી ક્યારેય નિર્વિકલ્પી ના થઈ શકે. એ તો નિર્વિકલ્પી પુરુષ'નું નિમિત્ત જોઈએ. ૩૯૯૨ અહંકારશૂન્ય થાય ત્યારે “નિર્વિકલ્પ સમાધિ' કહેવાય. અહંકાર હોય તે સવિકલ્પ સમાધિ કહેવાય. ૩૯૯૩ ખરી સમાધિ કોને કહેવાય ? નિરંતર જાગૃત હોય તેને. બહારનું ભાન જતું રહે, એને સમાધિ ના કહેવાય. એ નિદ્રા કહેવાય. દેહનું ય ભાન જતું રહે એ સાચી સમાધિ ના કહેવાય. એ બધી લૌકિક સમાધિઓ છે ! ૩૯૯૪ લોકો મનના થરમાં જ હોય છે. મનના ઘણાં બધા થરો છે! લૌકિક સમાધિમાં મનના થરમાં પેસી જાય ને ત્યાં જ ખોવાઈ જાય. એટલે પછી શરીરનું કે બહારનું કશું ભાન બિલકુલ ના રહે. મનના બધા થર ઓળંગ ત્યાર બાદ બુદ્ધિના “લેયર્સ' ૩૯૮૨ નિર્અહંકારીઓનું કોણ ચલાવે છે? અહંકારીઓ ચલાવે છે. ૩૯૮૩ તું જે જે વિચારીશ તે અહંકાર છે. તું જે જે બોલીશ તે અહંકાર છે. તું જે જે કરીશ તે અહંકાર છે. જગતનું તું જે જે જાણીશ તે અહંકાર છે. જ્યાં સુધી દ્રષ્ટિ ના બદલાય ત્યાં સુધી શું વળે ? ૩૯૮૪ જેવું દેખાય છે તેવું આ જગત નથી, દ્રષ્ટિ રોગ છે. ૩૯૮૫ “મૂળ વસ્તુ' તો દ્રષ્ટિ બદલાયા વગર પ્રાપ્ત ના થાય. દ્રષ્ટિ ક્યારે બદલાય ? “જ્ઞાની પુરુષ' જાતે હોય ત્યારે.

Loading...

Page Navigation
1 ... 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235