Book Title: Aptasutra Full
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 222
________________ બાકી, ઘીનો દીવો તો બધાય લોકોએ પૂરી રાખ્યો છે ! ૪૦૨૭ જગતનું કલ્યાણ કોણ કરી શકે ? પોતાનું જે કલ્યાણ કરે, તે બીજાનું કરે. ૪૦૨૮ ‘જ્ઞાની પુરુષ’ ઓરડીમાં બેઠાં બેઠાં ભટકે છે. એવું તો કોઈ ભટકતું જ નથી. જગત કલ્યાણનું જેનું ‘નિયાણું’ ના હોય, તે ‘જ્ઞાની’ ન હોય. જેને બીજું ‘નિયાણું’ હોય, તે ‘જ્ઞાની’ જ્ઞાની જ નથી. ૪૦૨૯ ભાવનાથી પણ કલ્યાણ થાય તેવું છે. ભાવના કોણ કરી શકે ? મહા પુણ્યશાળી હોય કે જેને જગતમાં કશાયની ભીખ કે લાલચ રહી નથી તે. ૪૦૩૦ જગત કલ્યાણના ‘અમે’ નિમિત્ત છીએ, કર્તા નથી. આપણે જગત કલ્યાણની ભાવના ભાવીએ છીએ, તે એક દહાડો રૂપકમાં આવશે. જે જે ભાવો થાય છે તે રૂપકમાં આવ્યા વગર રહે નહીં. ક્રિયા કરવાની જરૂર નથી, રૂપક એની મેળે આવે છે. માટે ભાવના ભાવો. ૪૦૩૧ આતમભાવના ભાવશો તો એનું રૂપક મોક્ષ આવશે. દેહભાવના ભાવશો તો સંસાર રૂપકમાં આવશે. ૪૦૩૨ ‘અમારી’ એ જ ભાવના છે કે ભલે એક અવતાર મોડું થશે તો વાંધો નથી, પણ આ ‘વિજ્ઞાન’ ફેલાવવું જોઈએ. ‘વિજ્ઞાન'નો લોકોને લાભ થવો જોઈએ. જગત આખું શક્કરિયાં ભરહાડમાં મૂકે એમ બફાઈ રહ્યું છે ! ફોરેનવાળા ય બફાઈ રહ્યાં છે ને અહીંવાળા ય બફાઈ રહ્યાં છે. અરે, હવે તો શક્કરિયાં સળગવા હઉ માંડ્યાં !!! ૪૦૩૩ જેને કેવળ જગત કલ્યાણ કરવાની જ ભાવના રહેતી હોય અને સંસારનો કોઈ મોહ ના રહ્યો હોય, બધું ‘ડ્રામેટિક’ કરતો હોય, તે ‘તીર્થંકર ગોત્ર’ બાંધે ! ૪૦૩૪ આ દુનિયામાં જેટલા સેવ્ય બનેલા, એ સેવકપદમાંથી જ બનેલા. ૪૦૩૫ આપણે તો વીતરાગોની દ્રષ્ટિ રાખવી. વીતરાગો શું કહે છે ? આખા જગતના શિષ્ય થવાની દ્રષ્ટિ જેણે વેદી નથી, એ ‘જ્ઞાની' થવાને લાયક નથી. ૪૦૩૬ પૂર્ણ થવા માટે ‘લઘુતમ ભાવ’ જેવો બીજો કોઈ ભાવ જ નથી. પણ જગત લઘુતમ ભાવ કેવી રીતે પામે ? અઘરામાં અઘરો ભાવ હોય તો તે લઘુતમ ભાવ ! ૪૦૩૭ મોટો થયો ને મોટો માન્યું કે ભટક્યો. પૂર્ણ પુરુષો મોટા હોતાં જ નથી. ૪૦૩૮ ગુરુતમ કોણ થયેલા ? જે લઘુતમ થયેલા એ જ ગુરુતમ થઈ શકે. ૪૦૩૯ દ્રષ્ટિ લઘુતમમાં રાખો તો જ પેલા ગુરુતમમાં પહોંચાશે. નહીં તો ગુરુતમમાં કેમ પહોંચાશે ? ૪૦૪૦ લઘુતમમાં રહે, તેને ગુરુતમ પદ ‘ફ્રી ઓફ કોસ્ટ' (મફત) મળવાનું જ ! ૪૦૪૧ લઘુતમ ભાવમાં રહેવું અને અભેદ દ્રષ્ટિ રાખવી, એ આ ‘અક્રમ વિજ્ઞાન’નું ‘ફાઉન્ડેશન' છે ! ૪૦૪૨ ‘અમે’ આ જગતમાં બે ભાવે રહીએ છીએ : લઘુતમ ભાવ અને અભેદ ભાવ, એ અમારી બાઉન્ડ્રી છે. ‘રિલેટિવ'માં લઘુતમ ભાવે છીએ, ‘રિયલ’માં ‘અમે’ ગુરુતમ ભાવે છીએ અને ‘સ્વભાવ’થી અભેદભાવે છીએ ! ૪૦૪૩ જો તારે મોક્ષ જોઈતો હોય તો ‘હું ગુરુતમ છું’ જો તારે ગાળો

Loading...

Page Navigation
1 ... 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235