Book Title: Aptasutra Full
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 220
________________ ઓળંગવાના. બુદ્ધિના બધા થરો ઓળંગી છેલ્લો થર પણ ઓળંગી જાય ત્યારે “જ્ઞાન-પ્રકાશમાં આવે ! “યુનિવર્સલ ટુથ'માં આવી જાય ! ૩૯૯૫ મનના થરમાં ખોવાઈ જઈને સમાધિ ભોગવવી, એને સાચી સમાધિ ના કહેવાય. એ તો “ટેમ્પરરી” અવસ્થા છે. એ અવસ્થા પૂરી થાય એટલે હતા ત્યાંના ત્યાં ! એને તો નિંદ્રા કહેવાય. ૩૯૯૬ આખું જગત ઉઘાડી આંખે ઊંઘે છે. પોતાનું અહિત જ કરી રહ્યા છે તે ખબર નથી. જ્યારે જાગૃતિ તો પોતાનું અહિત એક ક્ષણ પણ ના થવા દે. નિરંતર જાગૃત જ હોય. ૩૯૯૭ જાગૃતિનું પરિણામ સમાધિ છે ! ૩૯૯૮ ભગવાન કહે છે કે સૂતી વખતે જાગશો નહીં ને જાગતી વખતે ઊંઘશો નહીં. લોકો આખો દા'ડો જાગતી વખતે ઊંઘે છે ! પરભવની જાગૃતિ જ નથી હોતી. પરભવ અવશ્ય છે જ. રોટલી ખાતાં ખાતાં રાડાં ખાવા જવાનું છે એ સમજાતું નથી. ૩૯૯૯ સંપૂર્ણ જાગૃત થયા પછી આ જગત એક ક્ષણ પણ સહન થાય તેમ નથી ! ૪000 ‘સ્વપણું' જેમાં (અવસ્થામાં) વર્તે, તે બધું જ સ્વપ્ન કહેવાય. સ્વપણું’ ‘સ્વ'માં વર્તે તે જાગૃત કહેવાય ! ૪૦૦૧ સંપૂર્ણ જાગૃત ક્યારે થાય ? અહંકારનો વિલય થાય ત્યારે. ૪૦૦૨ મોક્ષનું પરિણામ જાગૃતિ નથી, જાગૃતિનું પરિણામ મોક્ષ છે ! ૪૦૦૩ જાગૃતિ તો કોને કહેવાય? વિચાર આવતાં પહેલાં જ સમજાય કે આ તો શેય છે ને હું જ્ઞાતા છું' ! ૪૦૦૪ ‘જ્ઞાનીઓ ક્યાં જાગે છે? “સ્વપરિણતિમાં.” અને તેઓ ક્યાં ઊંઘે છે ? “પરપરિણતિમાં.” “પરપરિણતિ' એટલે સંસાર બધો !!! ૪00૫ “રિયલ’ને ‘રિયલ’ જાણે અને ‘રિલેટિવ'ને “રિલેટિવ' જાણે તે સ્વપરિણતિ ! ૪૦૦૬ “પપરિણતિ' કોણ ઉત્પન્ન કરે છે? “જીવતો ઈગોઈઝમ'. ૪૦0૭ છેલ્લામાં છેલ્લી દશા કઈ ? જે ‘પર પરિણતિ'માં જ ના રહે, નિરંતર “સ્વપરિણતિ'માં રહે છે. ૪૦0૮ આ જગતમાં ભગવાન કોને કહેવાય? “સ્વપરિણતિ'ની બહાર જે નીકળતા નથી, ગમે તે વેષ હોય, ત્યાંથી ભગવાન પદ શરૂ થાય છે. તે પૂર્ણ થતાં સુધી ભગવાન કહેવાય છે. ૪૦0૯ ‘સ્વપરિણતિમાં રહેવું એ “વર્લ્ડ’માં એક જ માણસ હોય, બીજો માણસ જ ના હોય ! એટલું અજાયબ પદ છે એ !!! ૪૦૧૦ પરમાત્મા કોને કહેવાય ? જેને ‘પર પરિણતિ' ઉત્પન્ન ના થાય, નિરંતર સ્વપરિણામમાં જ હોય, એ દેહધારી પરમાત્મા કહેવાય ! “જેને કિંચિત્માત્ર “પરપરિણતિ' ના હોય, પરક્ષેત્રે કિંચિત્માત્ર મુકામ ના હોય', ત્યાં સુધી ભગવાન કહેવડાવવું એ બહુ મોટો ગુનો છે ! કહેનાર તો છૂટી જાય, પણ કહેવડાવનારો બંધાય ! ૪૦૧૧ આ “એ. એમ. પટેલ' દેખાય છે તે તો મનુષ્ય જ છે, પણ એ. એમ. પટેલ'ની જે વૃત્તિઓ છે અને જે એમની એકાગ્રતા છે તે ‘પર રમણતા’ ય નથી ને “પરપરિણતિ’ પણ નથી. નિરંતર ‘સ્વપરિણામ'માં જ મુકામ છે ! નિરંતર “સ્વપરિણામ વર્લ્ડમાં કો'ક વખત, હજારો - લાખો વર્ષે હોય ! “સ્વ રમણતા” અમુક અંશે થાય, પણ સર્વાશે સ્વરમણતા અને સંસારી વેષે ના હોય. એટલે આશ્ચર્ય લખ્યું છે ને ! અસંયતિ પૂજા નામનું ધી આશ્ચર્ય છે આ !!

Loading...

Page Navigation
1 ... 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235