Book Title: Aptasutra Full
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 223
________________ ભાંડવી હોય, માર મારવો હોય તો “હું લઘુતમ છું.” લઘુતમને માર ના અડે, ગાળો ના અડે. એને કશું અડે નહીં. લઘુતમ આકાશ જેવું હોય ! ૪૦૪૪ વચલાં પદ બધાં વિનાશ કરાવનારાં છે. લઘુતમ પદ ગુરુતમ પદને આપનારું છે. “હું કંઈક છું' એ વચલાં પદ છે. આ વચલાં પદ તે અસ્તિત્વવાળાં છે પણ એ અસ્તિત્વ નાસ્તિવાળા ૪૦૪૫ આત્મા પ્રાપ્ત કર્યા પછી જ પરમ વિનય ઉત્પન્ન થાય, પછી જુદાઈ લાગે નહીં. અભેદ દ્રષ્ટિ થાય. ૪૦૪૬ નય હોય તેનાથી દ્રષ્ટિબિંદુ સમજાય, પણ વિનય હોય તેનાથી મોક્ષે જવાય. ૪૦૪૭ બહારના વિનયથી અવતાર મળે, અંદરના વિનયથી મોક્ષ મળે. ૪૦૫ર પરમ વિનય એટલે સંપૂર્ણ સમર્પણ. ૪૦૫૩ પરમ વિનયમાં પોતાનો મત જ ના હોય. અંદર બધા હાલાહાલ કરે તેને “જોયા કરે', કોઈ ખેંચ ના પકડે. ૪૦૫૪ મોક્ષનો માર્ગ શો છે? વિવેકમાંથી સવિવેક, સવિવેકમાંથી વિનય, વિનયમાંથી પરમ વિનય અને પરમ વિનયથી મોક્ષ ! ૪૦૫૫ આ ‘દાદો તો એવો પાક્યો છે કે જે કશાથી ખરીદાય તેવો છે જ નહીં. એક માત્ર પરમ વિનયથી જ ખરીદાય તેવો છે ! વિનય અને પ્રેમ કોઈથી તરછોડાય તેમ નથી. ૪૦૫૬ “જ્ઞાની પુરુષ' એટલે શું ? અરીસો. તમારું જેવું હોય તેવું દેખાય. કારણ કે “જ્ઞાની પુરુષ' સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાળ ને સ્વભાવમાં રહે છે, ચારેય રીતે “સ્વ”માં રહે છે ! ૪૦૫૭ આ અરીસાને પોતાને આ બધું જગત દેખાતું હોય, તે અરીસો પોતે જોનાર હોય, તો તેને કેટલી બધી ઉપાધિ થઈ જાય ?! તેમ આ ચૈતન્ય પોતે જોનાર છે. જ્યારથી એ જાણે છે કે આ મારા સ્વભાવને લઈને આ બધી વસ્તુઓ પ્રકાશમાન થાય છે ને વસ્તુઓ તો બહાર જ છે, ત્યારથી પોતાનું સુખ ચાખે છે ને ઉપાધિઓ છૂટી જાય છે ! પછી આત્માનું સુખ જતું નથી. ૪૦૫૮ આ જગત પોતાની અંદર દેખાય છે તેને ઉપાધિ માને છે, તેનાથી જગત ઊભું છે. ૪૦૫૯ આત્મા જ પ્રકાશમય છે. આ અરીસામાં આપણે બધાં દેખાઈએ કે ના દેખાઈએ ? એ અરીસો ચેતન હોત તો ? ૪૦૬૦ આત્મા વ્યવહારમાં આવ્યો છે, તે જગત તેના પ્રકાશમાં ઝળકે છે. ખરી રીતે આત્માના પ્રકાશમાં આખું જગત ઝળકે છે. અજ્ઞાનતાથી પોતે' કહે છે કે આ શું છે ? એટલે પોતે દ્રણ ૪૦૪૮ “પરમ વિનયથી મોક્ષ છે અને સંસારમાં ય પરમ વિનયથી તું બહુ સુખી થઈશ. ૪૦૪૯ પરમ વિનય એટલે શું? આપણા નિમિત્તે કોઈને કિંચિત્માત્ર દુઃખ ના થાય એ જ આપણો પરમ વિનય છે ! ૪૦૫૦ વિનય તો પ્રજ્ઞા ઊભી થયા પછી જ આવે. સંસારમાં લોક જેને વિનય કહે છે એ ખરી રીતે વિનય ના કહેવાય, એ વિવેક કહેવાય. ૪૦૫૧ વિવેક એટલે ખરા-ખોટાંને જુદું પાડવું તે. સવિવેક એટલે સારાને ગ્રહણ કરાવે છે. વિનય એટલે વ્યવહાર પ્રમાણે ચાલે છે તેનાથી આગળ ગયા છે. પરમ વિનય એટલે જે દેખાય છે તે તરફનો આદરભાવ નહીં, પણ જે નથી દેખાતું તે તરફનો આદરભાવ !

Loading...

Page Navigation
1 ... 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235