Book Title: Aptasutra Full
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 214
________________ લઈને આ જગત ઊભું રહ્યું છે ! મૂળ “છ વસ્તુઓ અવિનાશી છે, અને એકમેકનું સંમેલન થવાથી આ બધી અવસ્થાઓ ઊભી થઈ છે. તેનાથી આ આખું જગત દેખાય છે ! અવસ્થાઓ બધી ‘રિલેટિવ' છે, વિનાશી છે, નિરંતર ફેરફાર થનારી છે ! ૩૯૦૫ “રિયલ’ એ તો મૂળ સ્વરૂપે અવિનાશી છે અને અવસ્થા સ્વરૂપે વિનાશી છે. વસ્તુ “પરમેનન્ટ છે અને વસ્તુના પર્યાય ‘ટેમ્પરરી' છે. મનુષ્ય એ પર્યાય છે. ગાય-કૂતરાં-ગધેડાં એ પર્યાય છે. ૩૯૦૬ પોતે ‘રિયલ' હતો, તે ‘રિલેટિવ” થઈ ગયો. ઘણાં “રીલેશન' થઈ જવાથી પોતાને ભ્રાંતિ ઉત્પન્ન થઈ. ભ્રાંતિથી ‘હું ચંદુલાલ છું' કહે છે, એ “ઈગોઈઝમ' કહેવાય. ૩૯૦૭ આખા બ્રહ્માંડમાં છ “પરમેનન્ટ' તત્ત્વો છે. છ તત્ત્વોમાં શુદ્ધ ચેતન એક છે. બીજાં પાંચમાં ચેતનભાવ નથી, પણ તેમનામાં બીજા અનંત પ્રકારના ગુણધર્મો છે. તે બધાના ગુણધર્મને લઈને આ ‘રિયલ” ને “રિલેટિવ ભાવ” ઉત્પન્ન થયો છે ખાલી. આત્મા તો આત્મા જ રહે છે. નિરંતર ચેતનરૂપે જ રહે છે. એક ક્ષણવાર પણ તે બદલાયો નથી, ખાલી “રોંગ બિલિફ થાય છે. ૩૯૦૮ “હું ચંદુભાઈ છું' એ વિનાશી છે, તેને પોતાની જાત' માની બેઠા છો. તમે પોતે' તો સનાતન છો, પણ એ ભાન ઉત્પન્ન થતું નથી. એ ભાન થાય કે થયો મુક્ત ! ૩૯૦૯ આ જગતમાં કોઈ વસ્તુ વધ-ઘટ થતી નથી. વધ-ઘટ શેની દેખાય છે ? વસ્તુઓનું સામસામું સંમેલન થવાથી બીજો એવિડન્સ ઊભો થાય છે. એને અવસ્થા કહેવાય છે. અવસ્થા વિનાશી છે, ખાલી આકારનો નાશ થાય છે ને નવા પર્યાય ઉત્પન્ન થાય છે. છતાં એક પરમાણુ વધતું નથી તેમજ એક પરમાણુ ઘટતું નથી. આ બધું નિયમમાં છે. ૩૯૧૦ સમય વસ્તુ નથી. એક પરમાણુ બીજા પરમાણુને ઓળંગે ત્યારે ‘સમય’ કહેવાય ! ૩૯૧૧ વસ્તુ પોતે અવિનાશી છે. ‘તમે' પોતે અવિનાશી છો, પણ તમને તો રોંગ બિલિફ’ છે કે હું ચંદુભાઈ છું એટલે તમે વિનાશી છો. ૩૯૧૨ “જ્ઞાની પુરુષ' “રોંગ બિલિફ' ફ્રેકચર કરી આપે ને “રાઈટ બિલિફ' બેસાડી આપે, એટલે ‘તમે તમારા સ્વભાવમાં પેસી જાવ. “રોંગ બિલિફ’ જાય, અહંકાર ફેકચર થાય એટલે “તમે' ભગવાન” થઈ જાવ ! ૩૯૧૩ “પોતે' પરમાત્મા તો છે જ, પણ પરમાત્માની સત્તા ક્યારે પ્રાપ્ત થાય ? ભૂલ ભાંગે તો. એ ભૂલ ભાંગતી નથી ને સત્તા પ્રાપ્ત થતી નથી અને લોકોનાં સસરા ને સાસુ થઈને મઝા માણે છે ! ૩૯૧૪ આત્મા નિરંતર જુદો છે, દેહથી નિરંતર જુદો જ રહે એવો છે, એવું ભાન થાય ત્યારથી જ પરમાત્મા છે ! ૩૯૧૫ આત્મા ટંકોત્કીર્ણ છે. એટલે એક વસ્તુ બીજી વસ્તુ સાથે ક્યારેય એકાકાર ના થાય. ભેગી હોવા છતાં, પોતાના ગુણધર્મ ક્યારેય છોડે નહીં. ૩૯૧૬ વીતરાગોએ કહેલા “રિયલ આત્માને ભાવ જ નથી. વૃત્તિને ભાવ-અભાવ કહે છે. ખરેખર આત્માને ભાવાભાવ છે જ નહીં. નહીં તો એનો એ ગુણધર્મ થઈ ગયો કહેવાય. ૩૯૧૭ ઇચ્છાપૂર્વકની વૃત્તિને ભાવ કહેવાય. ભાવ એ જ પુદ્ગલ છે. ૩૯૧૮ આત્મજ્ઞાની પુરુષો જે હોય તે આત્મા-અનાત્માના ભેદ પાડી આપે. અનાદિકાળથી આત્મા જે “વિભાવ દશામાં છે તેને

Loading...

Page Navigation
1 ... 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235