Book Title: Aptasutra Full
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 216
________________ ૩૯૩૮ પુદ્ગલ વસ્તુ સમજાય એવી નથી. એ તો “જ્ઞાની’ વગર બીજું કોઈ ના સમજી શકે. પુદ્ગલની કરામત ઓર જાતની છે ! જુઓને, એક પુદ્ગલે જ આખા જગતને મૂંઝવી માર્યું છે ?!! ૩૯૩૯ બધું પુદ્ગલ કરી રહ્યું છે અને આ લોકો માને છે કે “હું કરું છું” ! એ હું ય પુદ્ગલ છે. આ પુદ્ગલની કરામત છે ! ૩૯૪૦ વીતરાગોનું એક જ વાક્ય સમજે તો ઉકેલ આવે ! પુલમાં જ ક્રિયા છે, આત્મામાં કોઈ ક્રિયા નથી. જગતને અહીં જ ભ્રાંતિ પડી જાય છે કે શી રીતે આ ચાલે છે ? જગત જેને આત્મા માને છે ત્યાં આત્માનો એક અંશ નથી. આત્મા તો જ્ઞાનીઓએ જુદો જોયો છે, જુદો જાણ્યો છે, જુદો અનુભવ્યો ૩૯૩૩ અનાત્મ ભાગ છે તે પરિણામી સ્વભાવનો છે અને આત્મા એ પણ પરિણામી સ્વભાવનો છે. પરિણામી સ્વભાવ એટલે ક્ષણે ક્ષણે પર્યાય બદલનારા. આત્મા અને અનાત્મા બન્ને પોતાનાં પરિણામ વહેંચી લે છે. એક ક્રિયાની ધાર છે અને એક જ્ઞાતા-દ્રષ્ટાની ધાર છે, જે “જ્ઞાની'માં છૂટી વર્તે, ત્યારે અજ્ઞાનીને એક કડવું અને એક મીઠું એમ ‘મિલ્ચર’ ધાર વ. તેથી તેને બેભરમી કઢી જેવો સ્વાદ આવે. ૩૯૩૪ એક માણસ આટલું અફીણ ઘોળીને પી જાય, તો પછી એને મારવા શું ભગવાનને આવવું પડે છે ? પુદ્ગલ પરમાણુની શક્તિથી જ થાય છે એ. આત્માની તો અલૌકિક શક્તિ છે જ, પણ જડની પણ ભયંકર શક્તિ છે. આત્મા કરતાં પણ એની શક્તિ વધી જાય એવું છે. એટલે જ આ બધું ફસાયું છે ને ! નહીં તો આત્મા ફસાયા પછી ધારે ત્યારે કેમ ના છૂટી જાય ! જ્યાં સુધી અસલ વિજ્ઞાનમાં નહીં આવે ત્યાં સુધી છૂટાય નહીં ! ૩૯૩૫ આ બંધન કેવી રીતે થયું? બંધનથી મુક્ત કેવી રીતે થવાય ? પહેલું તો કેટલાંકને આ બંધન છે એ ય ભાનમાં નથી આવ્યું. પરવશતાનો અનુભવ થાય ત્યારે બંધનનો અનુભવ થાય. ક્રોધ-માન-માયા-લોભનું બંધન, ઘરનાં બંધન, બીજાં બધાં બંધન. બંધનનો અનુભવ થયા પછી મુક્તિનો માર્ગ જડે ! ૩૯૩૬ એક ક્ષણવાર પણ બંધન ગમે નહીં ત્યારે વીતરાગના વિજ્ઞાનને સમજવાને પાત્ર થયો કહેવાય. ગમે તેટલો વૈભવ હોય પણ બંધન લાગે. ૩૯૩૭ આત્મા અને પુદ્ગલ બે જ વસ્તુ છે. જેણે આત્મા જાણ્યો હોય, તે પુદ્ગલને સમજી ગયો અને પુગલને જાણે એ આત્માને સમજી ગયો. ૩૯૪૧ “પરિણામિક ભાવ શું છે ? શક્કરિયું ખાઈશું તો વાયુ થશે એ “પરિણામિક ભાવ'. એને સંસારી જાગૃતિ કહેવાય. પારિણામિક ભાવ' શું છે ? એ તો “આપણે' જે છીએ, તે રૂપે ભાવ ઉત્પન્ન થવો. પોતાનાં જ ગુણધર્મ સહિત એનું નામ પરિણામિક ભાવ.” ૩૯૪૨ આ પાંચ ઇન્દ્રિયોમાં જે દેખાય છે, તે બધો મારો ભાવ નથી. આ તો “પારિણામિક ભાવ” ઉત્પન્ન થાય, એટલે આત્માનો પોતાનો જ ભાવ ! ૩૯૪૩ શાસ્ત્ર વાંચીને બડબડ બડબડ કર્યા કરે, તમે ના કરો, નથી સાંભળવું કહો તો ય બડબડ કરે, તે બધા “સનેપાત ભાવ” કહેવાય. ૩૯૪૪ ખાંડને ચામાં વાટીને નાખવી નથી પડતી. કારણ કે તેનો સ્વભાવ પાણીમાં ઓગળવાનો છે. તેમ આત્માનો સ્વભાવ જ્ઞાતા-દ્રષ્ટા અને પરમાનંદી છે. આત્મા પોતાના ગુણધર્મમાં જ રહે છે !

Loading...

Page Navigation
1 ... 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235