Book Title: Aptasutra Full
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 209
________________ ઠરશે. દેહની અપેક્ષાએ રૂપી છે ને ખરેખર અરૂપી છે. એકનો આગ્રહ કર્યો તો ખોટો ઠરશે. “જ્ઞાન” થાય તો અરૂપી છે. ૩૮૩૭ “જ્ઞાનનો સ્વભાવ જ એવો છે કે કશાને અડતું જ નથી, નિર્લેપ રહે છે ! અજ્ઞાન જોડે ય જ્ઞાન નિર્લેપ રહે છે. ક્રિયામાં ય જ્ઞાન ભેગું થતું નથી, નિર્લેપ જ રહે છે ! ૩૮૩૮ લેપાયમાન ભાવોમાં નિર્લેપ રહે તે મોક્ષ છે ! ૩૮૩૯ જેને કંઈ પણ વેદના થાય છે, તે આપણો ભાગ નથી. આપણા ભાગમાં વેદના નામનો ગુણ જ નથી. ૩૮૪૦ જે ભાગ “ડીપ્રેસ' થાય છે, તે ‘આપણો' ન હોય. જે ભાગ એલિવેટ' થાય છે, તે ભાગ “આપણો’ ન હોય. જે ભાગ ઠાઠડીમાં જાય છે. તે ભાગ આપણો ન હોય. આ જગતમાં જે જન્મેલાં તે બધાની રેવડી દાણાદાણ થઈ ગયેલી. એવાં જગતમાં તે કંઈ પડી રહેવાતું હશે ? આ જગત જોડે કંઈ લેવા દેવા નથી. ‘એબ્સોલ્યુટ' (કેવળ) થયા વગર કામ થશે નહીં. ૩૮૪૧ ભગવાને તેથી કહેલું કે, આત્મજ્ઞાન જાણો. આત્મજ્ઞાન અને કેવળ જ્ઞાન'માં બહુ લાંબો ફેર જ નથી. આત્મજ્ઞાન જાણ્યું એ “કારણ કેવળ જ્ઞાન’ છે ને પેલું કાર્ય કેવળ જ્ઞાન” છે ! ૩૮૪૨ આત્મા એ તો “જ્ઞાન સ્વરૂપી’ છે ! ‘કેવળ જ્ઞાન સ્વરૂપી' છે ! બીજું કશું જ નથી !! ૩૮૪૩ “આત્મા’ એમ પમાય એવો જ નથી. અનંત ‘પ્રાકૃત' અવસ્થાઓમાંથી “પોતે' બહાર જ નથી નીકળતો, તો તે આત્મા' કેમ કરીને પામી શકે ?!! ૩૮૪૪ કોઈ પણ ક્રિયા થાય તો તેનું પૃથક્કરણ કરીએ તો, ચિત્તનો ભાગ આટલો છે, અહંકારનો ભાગ આટલો છે, ઇન્દ્રિયોનો ભાગ આટલો છે, જ્ઞાનેન્દ્રિયોનો ભાગ આટલો છે, તો આત્માએ શું કર્યું? આત્મા એ તો વીતરાગ' જ છે. એણે તો જોયું ને જાણ્યું ! બધા ભાગ જુદા પાડે તો છેવટે “કેવળ જ્ઞાન’ એકલું જ રહે ! તે કેવળ જ્ઞાનનો ભાગ તે જ આત્માનો ! ૩૮૪૫ સંસારના વિચાર પેસી ગયા છે. એ પાછાં કાઢી નાખે એટલે કેવળ જ્ઞાન ! જેટલું લીધું એટલું પાછું દીધું તો કેવળ જ્ઞાન ! કેવળ જ્ઞાન એટલે શું? લીધું એટલું દેજો ! વાત જ ટૂંકી ! ૩૮૪૬ સ્વસત્તા પરસત્તામાં બિલકુલ પ્રવેશ ના પામે, એનું નામ એબ્સોલ્યુટિઝમ(કેવળ). સ્વસત્તા પરસત્તામાં પ્રવેશ કરવા જાય તે, થીયરી ઓફ રીયાલિટી (નિરપેક્ષવાદ) અને પરસત્તા એકલામાં જ વર્તે, તે થીયરી ઓફ રીલેટિવિટી (સાપેક્ષવાદ) ૩૮૪૭ આત્માનું અસ્તિત્વ એ થીયરી ઓફ રીલેટિવિટી, આત્માનું વસ્તુ એ થીયરી ઓફ રીયાલિટી અને આત્માનું પૂર્ણત્વ એ થીયરી ઓફ એબ્સોલ્યુટિઝમ. ‘અમે’ ‘થીયરમ્ ઓફ એબ્સોલ્યુટિઝમ'માં છીએ ! ૩૮૪૮ એબ્સોલ્યુટ એટલે સાંસારિક વિચાર જ આવતાં બંધ થયા હોય. પોતે પોતાના જ પરિણામને ભજે ! ૩૮૪૯ જડમાં કોઈ દિવસ “ચેતન' હોય નહીં ને ચેતનમાં કોઈ દિવસ જડ હોય નહીં. માત્ર આ શરીર એકલું જ ‘મિશ્ર ચેતન' છે. ચેતન જેવું કામ કરે છે, પણ ખરેખર ચેતન નથી ! વસ્તુત્વનું ભાન ભેદવિજ્ઞાનથી થાય. જડ અને ચેતનનો ભેદ પડે. ૩૮૫૦ જગતનું રહસ્ય શું છે? ‘ચેતન' બોલતું નથી, સાંભળતું નથી, કંઈ જ કરતું નથી. આ તો લોકો બોલે છે, સાંભળે છે, કરે છે, એમાં “ચેતન’ સમજી, એમાં ‘ચેતન' ખોળે છે. મન-બુદ્ધિચિત્ત ને અહંકાર બધાં ‘નિચેતન ચેતન' છે, ‘રિલેટિવ' છે ! શાસ્ત્ર તો “નિશ્ચેતન ચેતન’ વાંચે છે અને ‘ચેતનથી તો આખું જગત ગુપ્ત જ રહ્યું છે !

Loading...

Page Navigation
1 ... 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235