Book Title: Aptasutra Full
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 205
________________ જેનાં વિશે બહુ વિચાર આવે છે તેનું કુદરત નથી સંભાળતી. ૩૭૬૨ વિકલ્પી થાય એટલે જવાબદાર થાય. જવાબદાર થાય એટલે કુદરત ફટકો અવશ્ય આપે જ. કુદરત કોઈને દુઃખ આપતી નથી. કુદરત તો બધાને “હેલ્પફુલ' જ છે ! ૩૭૬૩ સરકારી ગુના દાર્શનિક પુરાવાવાળા હોય, ને કુદરતના ગુના “સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સવાળા' હોય. ૩૭૬૪ કુદરતી રચના કોને કહેવાય કે જે સંયોગી પદાર્થ હોય ! ૩૭૬૫ કુદરત એટલે સ્વાભાવિક. ૩૭૬૬ આ કુદરતનો ગહન કોયડો છે. એનાથી કોઈ છૂટેલો નહીં, ને જે છૂટેલાં તે કહેવા રહેલાં નહીં. એક “હું” “કેવળ જ્ઞાન'માં નાપાસ થયો, તે કહેવા રહ્યો છું ! ૩૭૬૭ “અવસ્થા માત્ર કુદરતી રચના છે' એવું જયારે ‘ફીટ' થશે ત્યારે આત્મજ્ઞાન ઉત્પન્ન થશે. ૩૭૬૮ “કેવળ જ્ઞાન'ની વ્યાખ્યા શી ? “કેવળ અજ્ઞાન'ની વ્યાખ્યા પહેલી શી ? “કેવળ અજ્ઞાન નો જથ્થો છે. એની “સ્લાઈસ’ પાડીએ તો એકુંય “સ્લાઈસ' પ્રકાશ ના આપે અને જો “કેવળ જ્ઞાન'ના જથ્થાની “સ્લાઈસ’ પાડીએ તો એકુંય “સ્લાઈસ' અંધકાર આપે તો કહેજે. ‘એકેએક સ્લાઈસ' પ્રકાશ આપશે.” ૩૭૬૯ બુદ્ધિ-મતિનો જ્યાં “એન્ડ' (અંત) થાય ત્યાં “કેવળ જ્ઞાન’ થાય ! ૩૭૭૦ પાંચેય ઇન્દ્રિયો ‘રેગ્યુલર’ હોય તો કેવળ જ્ઞાન' થાય. ઇન્દ્રિયો બુટ્ટી થઈ ગઈ હોય તો તે ના થાય. ૩૭૭૧ “કેવળ જ્ઞાન’ એ કરવાની વસ્તુ નથી. કરવાનું એ સંસાર છે. કેવળ જ્ઞાન’ એ જાણવાનું છે. ૩૭૭૨ કેવળ આત્મ પ્રવર્તન, એનું નામ “કેવળ જ્ઞાન'. દર્શન-જ્ઞાન સિવાય બીજું કોઈ પ્રવર્તન નહીં, એનું નામ “કેવળ જ્ઞાન. ૩૭૭૩ “જ્ઞાની'ની કૃપાથી બધું થાય, કૃપાથી “આત્મજ્ઞાન' થાય. ૩૭૭૪ શ્રદ્ધાપણે કેવળ જ્ઞાન થયું હોય તો દેહ સાથે મુક્તિ થાય ને જ્ઞાનપણે “કેવળ જ્ઞાન' થાય તો મોક્ષ થાય ! શ્રદ્ધાપણે કેવળ જ્ઞાન' એટલે “કેવળ દર્શન !” ૩૭૭પ કેવળ આત્માની જ જેને શ્રદ્ધા છે એ કેવળ દર્શન’ છે ! ૩૭૭૬ આ જગતમાં જે કંઈ પણ કરવામાં આવે તે જગતને પોસાય થા ના પણ પોસાય, છતાં હું કંઈ જ કરતો નથી એવો જે નિરંતર ખ્યાલ રહેવો એ “કેવળ દર્શન’ છે ! ૩૭૭૭ આત્મદશા બધા મનુષ્ય માત્રમાં એકસરખી જ હોય છે, પણ દેહદશા જેટલી પારદર્શક થઈ હોય તેટલી આત્મદશા વ્યક્ત થાય, અજવાળું આપે ! ૩૭૭૮ દેહદશા દરેકની જુદી જુદી હોય. મનુષ્ય માત્રનાં પરિણામ જુદાં જુદાં હોય છે. આત્મદશા બધાંની એક જ પ્રકારની. ૩૭૭૯ શ્રદ્ધા એ દેહગુણ નથી, આત્મગુણ છે. ૩૭૮૦ જેને લાગણી ઊભી થાય એમાં ચેતન છે. જેમાં લાગણી નથી, કશી અસર થતી નથી તે જડ છે, આત્મા નથી. ૩૭૮૧ “જ્ઞાન' છે ત્યાં ચેતન છે. જ્યાં “જ્ઞાન' નથી ત્યાં ચેતન નથી, જડ છે. ૩૭૮૨ આ જગતમાં “જ્ઞાની પુરુષ' એક જ નિમિત્ત છે કે જે જડને ને ચેતનને છૂટું પાડી શકે ! ૩૭૮૩ સદ્અસનો વિવેક જ સમજવાનો છે કે પુદ્ગલ અસ છે, આત્મા સદ્ છે, અવિનાશી છે. આપણે અવિનાશીએ

Loading...

Page Navigation
1 ... 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235